IPL 2024 GT vs KKR: વરસાદના કારણે મેચ ધોવાઈ, ટિકિટને લઈને GT ની મોટી જાહેરાત

ADVERTISEMENT

IPL 2024 GT vs KKR
GT ફેન્સ માટે ખુશખબર
social share
google news

IPL 2024 GT vs KKR: IPL 2024 માં 63મી મેચ ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમવાની હતી, જે વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. જેની સીધી અસર શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઈટન્સ પર પડી. મેચ રદ્દ થયા બાદ બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા. જે ગુજરાત માટે એક ઝટકા સમાન હતું. 

ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર

મેચ રદ્દ થતાં જ ગુજરાત ટાઈટન્સ પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ. મેચ જોવા માટે મોટી સંખ્યામાં ગુજરાત ટાઈટન્સના ફેન્સ સ્ટેડિયમમાં આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે મેચ રમાઈ ન હતી. જેથી ફેન્સ નિરાશ થઈ ગયા હતા, પરંતુ હવે ગુજરાત ફ્રેન્ચાઈઝીએ ફેન્સને ખુશખબરી આપવા માટે આ મેચની ટિકિટના પૈસા પરત કરવાનો નિર્ણય કર્યો છે. 

ટિકિટ ધારકોને મળશે પૈસા પરત

ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઇટ રાઈડર્સ વચ્ચેની મેચ અમદાવાદમાં રમાવાની હતી, પરંતુ સતત વરસાદના કારણે મેચ ટોસ વગર જ રદ્દ કરવામાં આવી હતી. આ મેચ જોવા માટે ગુજરાતની ટીમના સપોર્ટર મોટી સંખ્યમાં આવ્યા હતા. પરંતુ હવે ટિકિટ ધારકોના પૈસા પરત કરવામાં આવશે.

ADVERTISEMENT

ચીફ ઓપરેટિંગ ઓફિસરે કરી જાહેરાત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અંગે ગુજરાત ટાઈટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહે કહ્યું કે ખરાબ હવામાન અને વરસાદને કારણે અમે મેચ રમી શક્યા નહીં, જેના કારણે અમે ખૂબ જ નિરાશ છીએ. ટીમને મળેલા જબરદસ્ત સમર્થન માટે અમે તમામ ટિકિટ ધારકોને રિફંડ આપીશું.

ગુજરાત પ્રથમ વખત પ્લેઓફમાં ન પહોંચ્યું

વર્ષ 2023માં ગુજરાત ટાઈટન્સની ટીમે પ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીત્યું હતું. બે વર્ષ સુધી હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી. હાર્દિકની કપ્તાનીમાં ટીમ સતત બે વર્ષ ફાઈનલમાં પહોંચી હતી અને એક વખત ચેમ્પિયન બની હતી. IPL 2024ની હરાજી પહેલા હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો હતો. જે બાદ ગુજરાતની કમાન શુભમન ગિલના હાથમાં સોંપાઈ હતી. IPL 2024માં ટીમનું પ્રદર્શન સારું રહ્યું હતું પરંતુ આ વખતે ગુજરાત પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શક્યું નથી.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT