'MI-GT મેચ દરમિયાન અમદાવાદના લોકોએ હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવો જોઈએ', દિગ્ગજ ક્રિકેટરનું મોટું નિવેદન
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ 24 માર્ચે ટકરાશે. આ મેચ IPLની સૌથી હાઈવોલ્ટેજ મેચ હોઈ શકે છે. આ અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
IPLમાં આગામી 24મી માર્ચે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ છે.
IPLમાં MIના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને આકાશ ચોપરાએ આપ્યું નિવેદન.
મોદી સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવામાં આવે તેવી ઈચ્છા દર્શાવી.
IPL 2024: ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) કેપ્ટનશીપ કરતો જોવા મળશે. હાર્દિકે છેલ્લી 2 IPLમાં ગુજરાત ટાઇટન્સની (Gujarat Titans) કેપ્ટનશિપ કરી હતી, પરંતુ તે ફરી એકવાર મુંબઈની ટીમનો ભાગ બની ગયો છે. એક એવી ક્ષણ હતી જ્યારે ચાહકો અમદાવાદના મેદાન પર હાર્દિકનું મનોબળ વધારતા હતા, પરંતુ આ આઈપીએલ સિઝનમાં તેનાથી વિપરીત બની શકે છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ પણ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવાનો ઈશારો કર્યો છે.
17 દિવસનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું
ગઈ કાલે, BCCI એ IPL સિઝન 17 માટે પ્રથમ 17 દિવસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ સિઝનમાં IPL બે ભાગમાં યોજાશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને BCCIએ IPLને બે ભાગમાં કરાવવાનો નિર્ણય કર્યો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે IPLની બાકીની મેચોનું શેડ્યૂલ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ જાહેર કરવામાં આવશે. પહેલા ભાગનું શેડ્યૂલ દર્શાવે છે કે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ 24 માર્ચે ટકરાશે. આ મેચ IPLની સૌથી હાઈવોલ્ટેજ મેચ હોઈ શકે છે. આ અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે હું ઈચ્છું છું કે ગુજરાતના ચાહકો આ મેચ દરમિયાન હાર્દિક પંડ્યાને ટ્રોલ કરે.
આ પણ વાંચો: IPL 2024 Schedule: IPLના 15 દિવસના શેડ્યૂલની થઈ જાહેરાત, આ બે ટીમો રમશે ઓપનિંગ મેચ
‘હાર્દિક પંડ્યાની મજાક ઉડાવવી જોઈએ’
IPL 2024નો સૌથી મોટો ટ્રેડ હાર્દિક પંડ્યાના રૂપમાં થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ગુજરાત ટાઈટન્સ માંથી હાર્દિકને ટ્રેડ કર્યો છે. જેના કારણે ગુજરાતના ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાર્દિકના ટ્રેડ બાદ માત્ર ગુજરાત ટાઇટન્સના ચાહકો જ નહીં પરંતુ રોહિત શર્માના ચાહકો પણ નારાજ છે. જ્યારે મુંબઈએ હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે રોહિત શર્માના ફેન્સે મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક પંડ્યાને જબરદસ્ત ટ્રોલ કર્યા હતા. હવે IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ આમને સામને થવા જઈ રહી છે. આ મેચ અંગે આકાશ ચોપરાએ કહ્યું કે, અમદાવાદના ફેન્સે હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવો જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચો: Virat-Anushka ના ઘરે પુત્રનો જન્મ, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી માહિતી
MI vs GT ની મેચ ક્યારે રમાશે?
આકાશે વધુમાં કહ્યું કે, જો અમદાવાદી ફેન્સ હાર્દિક પંડ્યાની મજાક ઉડાવતા નથી, ચાહકો તેને ગુજરાત છોડીને મુંબઈમાં જોડાવા બદલ ટ્રોલ કરતા નથી, તો તેનો અર્થ એ છે કે ચાહકોનું દિલ તૂટ્યું નથી. આનો અર્થ એ થશે કે હાર્દિકના ગયા પછી પણ ચાહકોને કોઈ ફરક પડ્યો નથી. એટલા માટે હું ઈચ્છું છું કે આ મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ટ્રોલ થાય. તમને જણાવી દઈએ કે 24 માર્ચે રવિવાર છે. આ રવિવાર નહીં પણ સુપર સન્ડે હશે. IPL 2024 ની 5મી મેચ બંને વિજેતા ટીમો વચ્ચે રમાશે, જે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. આ મેચ માત્ર ગુજરાત અને મુંબઈના ચાહકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો જોવાના છે.
આ પણ વાંચો: મોડલ તાન્યા સિંહ સાથે IPL ક્રિકેટર અભિષેક શર્માના સંબંધ હતા? મોબાઈલમાંથી થયો ચોંકાવનારો ખુલાસો
રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવાનો વિવાદ
તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ છીનવીને હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારથી સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ શરૂ થયો છે. ફેન્સને માત્ર એક જ પીડા થઈ રહી છે કે રોહિતે મુંબઈ માટે 5-5 IPL ટ્રોફી જીતી હતી, તેમ છતાં તેની પાસેથી કેપ્ટનશીપ કેમ છીનવાઈ ગઈ છે. રોહિતની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે, તેમ છતાં મુંબઈએ રોહિતને કેપ્ટનશિપમાંથી હટાવી દીધો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT