IPL 2024 Schedule: IPLના 15 દિવસના શેડ્યૂલની થઈ જાહેરાત, આ બે ટીમો રમશે ઓપનિંગ મેચ
BCCI એ IPLની 17મી સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
IPL 2024 Schedule Announcement: BCCI એ IPLની 17મી સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પ્રથમ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તમને જણાવી દઈએ કે ટૂર્નામેન્ટના પહેલા 15 દિવસની મેચોના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. માર્ચથી મે દરમિયાન લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સંપૂર્ણ કાર્યક્રમ પછીથી જાહેર કરશે. એવી સંભાવના છે કે આ સીઝનની ફાઇનલ મેચ 26 મેના દિવસે યોજાય શકે છે.
આ સીઝનમાં 67 દિવસનું આયોજન
આ સીઝનમાં 74 મેચ રમાશે, પરંતુ ગયા વર્ષે 60 દિવસની જગ્યાએ આ વખતે 67 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીના કારણે IPL નું શિડ્યુલ એક સપ્તાહ લંબાવવામાં આવ્યું છે. 2019માં પણ લોકસભાની ચૂંટણી વખતે આવો જ અભિગમ અપનાવવામાં આવ્યો હતો, ત્યારે પણ IPL નું શેડ્યૂલ બે ભાગમાં બહાર પડવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT