અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાના પણ કોંગ્રેસને 'રામ રામ', MLA પદેથી આપ્યું રાજીનામું

ADVERTISEMENT

અર્જુન મોઢવાડિયાની તસવીર
અર્જુન મોઢવાડિયાની તસવીર
social share
google news

Gujarat Congress News: ગુજરાત કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. આજે બપોરે જ પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, ત્યારે તેના કલાકોમાં જ હવે વર્તમાન અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે વિધાનસભામાં પહોંચ્યા હતા અને અધ્યક્ષ શંકર ચૌધરીના કેબિનમાં જઈને રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો: દિલ્હીથી ફોન આવ્યો અને અંબરીશ ડેર ના ન કહી શક્યા! અંબરીશ ડેરની BJPમાં જોડાવાની ઈનસાઈડ સ્ટોરી

પોરબંદરથી ધારાસભ્ય હતા મોઢવાડિયા 

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા પોરબંદરની પેટા ચૂંટણી આવશે. 2022 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડીને જીત્યા હતા. ત્યારે આગામી સમયમાં ભાજપમાં મોઢવાડિયાને શું મોટી જવાબદારી મળશે તે ખાસ જોવાનું રહેશે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: Exams in March 2024: આ મહિને યોજાશે NEET, CUET સહિતની 16 મોટી પરીક્ષાઓ, શરૂ કરી દેજો તૈયારી

કઈ વાતથી નારાજ થઈને આપ્યું રાજીનામું?

મોઢવાડિયાએ કહ્યું છે કે, તેમના રાજીનામાનું કારણ કોંગ્રેસ દ્વારા રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર હતો. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. જેમાં તેમણે રામ મંદિરના આમંત્રણને નકારવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આમંત્રણને નકારીને ભગવાન રામનું અપમાન કર્યું છે. આસામમાં રાહુલ ગાંધીએ જે રીતે વર્ત્યા તે ભારતના લોકોનું અપમાન છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: Rajkot: 'હવે કોઈ કાર્યકર્તાઓને ગાળો નહીં આપે', કુંડારિયાની ટિકિટ કપાતા જીતુ સોમાણીનો કટાક્ષ

પહેલા અંબરીશ ડેરે કોંગ્રેસ છોડી

નોંધનીય છે કે, આ પહેલા આજે સવારે જ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમની સી.આર પાટીલ સાથે મુલાકાત થઈ હતી, જેની તસવીરો પણ સામે આવી હતી. અટકળો છે કે આવતીકાલે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT