દિલ્હીથી ફોન આવ્યો અને અંબરીશ ડેર ના ન કહી શક્યા! અંબરીશ ડેરની BJPમાં જોડાવાની ઈનસાઈડ સ્ટોરી

ADVERTISEMENT

અંબરીશ ડેરની પાટીલ સાથે મુલાકાતની તસવીર
અંબરીશ ડેરની પાટીલ સાથે મુલાકાતની તસવીર
social share
google news

Ambrish Der News: લોકસભા ચૂંટણી આવતા પહેલા જ ગુજરાતમાં ફરીથી પક્ષપલટાની સીઝન ખીલી ઉઠી છે. એક બાદ એક રાજકીય નેતાઓ પક્ષપલ્ટો કરીને વિરોધ પક્ષમાં જઈ રહ્યા છે. આ જ ક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે આજે રાજીનામું ધર્યું છે અને ટૂંક સમયમાં તેઓ હવે ભાજપમાં જોડાય તેવી અટકળો છે. અંબરીશ ડેરની ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે પણ મુલાકાત થઈ, તેની તસવીરો પણ સામે આવી.

આ પણ વાંચો: નવા જૂનીના એંધાણઃ અમરીશ ડેર આજે કોંગ્રેસને કહેશે અલવિદા, આવતીકાલે જોડાશે ભાજપમાં!

પાટીલ સાથે થઈ હતી ડેરની મુલાકાત

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાટીલ અને અંબરીશ ડેરની આ મુલાકાત અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા અંબરીશ ડેરના ઘરની છે. અહીં સી.આર પાટીલ તેમને મળવા માટે પહોંચ્યા હતા. પાટીલની સાથે તસવીરમાં PM મોદીના વિશ્વાસુ અધિકારી પી.કે લહેરી પણ દેખાય છે. પી.કે લહેરી PM મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમના PA હતા. ત્યારે કહેવાઈ રહ્યું છે કે, PM મોદીનો ફોન આવ્યો અને અંબરીશ ડેર તેમને ના ન કહી શક્યા. આમ ડેરને ભાજપમાં લાવવાનું આખું ઓપરેશન લોટસ દિલ્હીથી પાર પાડવામાં આવ્યું હોવાનું કહેવાય છે. 

આ પણ વાંચો: IPL 2024: સનરાઈઝર્સ હૈદરાબાદે બદલ્યો કેપ્ટન, આ સ્ટાર ખેલાડીને મળી જવાબદારી

ડેરે સ્વીકારી લીધું પાટીલનું આમંત્રણ!

બીજી તરફ અંબરીશ ડેરે પાટીલ સાથેની સમગ્ર મુલાકાત માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી અને તેમના માતાની તબિયત ખરાબ હોવાથી પાટીલ તેમના ખબર અંતર પૂછવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, આ પહેલા પાટીલ ડેર વિશે કહી ચૂક્યા હતા કે, જો તેઓ ભાજપમાં આવવા માંગે તો તેમની સીટ પર મેં રૂમાલ રાખ્યો છે. આમ તેમણે ખુલ્લે આમ અંબરીશ ડેરને આવકાર આપ્યો હતો, જોકે આખરે હવે અંબરીશ ડેરે પાટીલનું આમંત્રણ સ્વીકારી લીધું હોય એમ સ્પષ્ટ લાગી રહ્યું છે અને તેઓ આવતીકાલે જ ભાજપમાં જોડાઈ શકે છે. જો આમ થશે તો લોકસભા પહેલા કોંગ્રેસને આ મોટો ઝટકો કહી શકાય. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT