પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક કરવાની મુદતમાં કરાયો વધારો, જાણો નવી સમયમર્યાદા

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે PAN કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા લંબાવી છે. નવી માહિતી મુજબ, PAN-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નોટિફિકેશન જાહેર કરીને આ જાણકારી આપી છે.

PAN અને આધાર કાર્ડને લિંક કરવાની તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ સમયમર્યાદા 31 માર્ચે પૂરી થઈ રહી હતી. જો કે, હવે લંબાવવામાં આવેલી તારીખ બાદ 1000 રૂપિયાનો દંડ ભરીને 30 જૂન સુધી તેને લિંક કરી શકાશે. જો કે, જો તમે આવું નહીં કરો તો 30 જૂન પછી તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. જણાવી દઈએ કે આ પહેલા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી.

આ પણ વાંચો: વર્લ્ડ બેંકના રિપોર્ટથી વધી ચિંતા, આપી મંદીની ચેતવણી, જો આ કામ નહીં થાય તો સ્થિતિ વધુ વણસી જશે

આ પણ વાંચો

ADVERTISEMENT

પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત
આવકવેરાની કલમ 1961 મુજબ, પાન કાર્ડ ધારકો માટે તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. આમ ન કરવા બદલ દંડની જોગવાઈ છે. પાન-આધાર લિંકિંગ વિના, તમારા ઘણા કામ અટકી શકે છે.

PAN ને આધાર સાથે લિંક કરવું 31 માર્ચ, 2022 પહેલા મફત હતું. અને ત્યારબાદ 1 એપ્રિલ, 2022 થી 30 જૂન, 2022 વચ્ચે તે રૂ. 500 હતું. જો કે હવે 1000 રૂપિયાનો દંડ ભરીને 31 માર્ચ, 2023 સુધી આધાર PAN લિંક કરી શકાય છે, પરંતુ હવે આ તારીખ વધીને 30 જૂન, 2023 થઈ ગઈ છે. જો તમે આમ કરવામાં નિષ્ફળ થશો, તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT