સુરેન્દ્રનગરઃ લગ્નના 4 જ મહિનામાં સાસરિયાઓએ પરિણીતાને પતાવી દીધાનો આક્ષેપ
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરની એક યુવતીએ મૃત્યુ પહેલા વીડિયો ઉતાર્યો હતો. જેમાં યુવતી ઘણી પીડામાં હોવાનું જોઈ શકાય છે. આ યુવતી રાણપુરમાં પરણાવાઈ હતી. હજુ ચાર મહિના…
ADVERTISEMENT
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરની એક યુવતીએ મૃત્યુ પહેલા વીડિયો ઉતાર્યો હતો. જેમાં યુવતી ઘણી પીડામાં હોવાનું જોઈ શકાય છે. આ યુવતી રાણપુરમાં પરણાવાઈ હતી. હજુ ચાર મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા અને હવે તેની લાશ પરિવાર માટે આઘાત બની ગઈ છે. હમણાં જ જ્યાં દીકરીના લગ્નનને લઈને ખુશીઓનો માહોલ હતો તે ચાર મહિનામાં જ દુખોના વજ્રઘાત સમાન બની ગયો હતો. પરિવારે આ મામલામાં સાસુ, પતિ સહિતના સાસરિયાઓએ તેને માર મારીને હત્યા કર્યાના આરોપ લગાવ્યા છે તો આ તરફ પોલીસ માટે પણ આ ઘટનામાં હત્યા છે કે આત્મહત્યા તેને લઈને સવાલ ઊભા થયા છે. જોકે પોલીસે મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી આરંભી દીધી છે.
પરિણીતાના શરીર પર ઈજાના નિશાન
સુરેન્દ્રનગરની 22 વર્ષની સુનિતા વિપુલભાઈ રહોદરાના લગ્ન રાણપુર ખાતે ચારેક મહિના પહેલા થયા હતા. તેના લગ્ન અહીં વિપુલ નામના યુવક સાથે થયા હતા. ગતરોજ સુનિતાએ એક વીડિયો બનાવ્યા પછી તે મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. તેના શરીર પર એક તરફ ઈજાઓના નિશાન છે જેને જોઈ પરિવારજનો હત્યાનો આરોપ લગાવી રહ્યા છે તો બીજી તરફ આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અંતિમસંસ્કાર નહીં કરે તેવી ચીમકી પણ આપી છે. જોકે બાદમાં સંબંધીઓની સમજાવટ પછી મોડી સાંજે અંતિમવિધી કરવામાં આવી હતી.
અમરેલીઃ ખેડૂત પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો- Video
પરિવારજનોનું કહેવું છે કે ગઈકાલે જ સુનિતાના સાસરિયાના પડોશીઓએ ફોન કરીને કહ્યું હુતં કે તમારી છોકરીની લાશ ઘરમાં પડી છે અને ઘરમાં બીજું કોઈ નથી. તે પછી તેઓ રાણપુર ગયા હતા. ત્યાં તેની લાશને લઈ સરકારી હોસ્પિટલ પહોંચ્યા જ્યાં પોસ્ટ મોર્ટમમાં આત્મહત્યા કરી હોવાનું પ્રારંભીક રીતે સામે આવ્યું હતું. જોકે સુનિતાના શરીર પરની ઈજાઓના નિશાનને જોતા પરિજનોએ હત્યાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
દીકરીએ ફોન પર પિતાને કહ્યું…
તેના પિતાએ કહ્યું કે, ચાર મહિના પહેલા રાણપુર પરણાવી હતી. તે લોકોનો ખુબ જ ત્રાસ હતો. એને ઘરે આવવા દેતા ન્હોતા, દીકરી અહીં આવતી તો પતિ રાત્રે ફોન કીરને ધમકાવતો હતો. તું આવ એટલે આમ કરીશ તેમ કરીશ કહેતો હતો. જે દિવસે આ થયું ત્યારે મારી દીકરીએ ફોન કર્યો અને કહ્યું હતું કે આ લોકો મને જેવીતેવી જગ્યાએ લઈ જવાના છે. પણ મેં ના પાડી છે. જોકે તેના બે જ કલાકમાં તેને મારીને નાખી દીધી એના નિશાન પણ છે. બીકના માર્યા એ લોકો દીકરીની લાશ મુકી ભાગી ગયા હતા. આખા શરીરે ઈજાના નિશાન છે.
(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT