Mumbai Rain: મુંબઈમાં જનજીવન અસ્ત-વ્યસ્ત, સ્કૂલ-કોલેજ બંધ, ફ્લાઈટ્સને અસર, પુણેમાં 4 લોકોના મોત

ADVERTISEMENT

Mumbai Rain
Mumbai Rain
social share
google news

Mumbai-Pune Rains: મહારાષ્ટ્રમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુંબઈને પાણી પૂરું પાડતા ત્રણ તળાવો સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે. BMCએ જણાવ્યું કે ગુરુવારે સવારે 3.50 વાગ્યે મુંબઈના વિહાર તળાવમાંથી પાણી ઓવરફ્લો થવા લાગ્યું. આ સિવાય અતિવૃષ્ટિને કારણે પુણેના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. થાણે, પાલઘર અને રાયગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સતત ભારે વરસાદના કારણે પુણેમાં ચાર લોકોના મોત થયા છે.

પુણેમાં ખડકવાસલા ડેમ ઓવરફ્લો

પુણેમાં ખડકવાસલા ડેમ ઓવરફ્લો થવાને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. સિંહગઢ રોડ, આનંદ નગર, એકતા નગર અને વિઠ્ઠલ નગર ઉપરાંત મુથા નદીના કિનારે આવેલા વારજે અને શિવાણેમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ગુરુવારે સવારે અચાનક આવેલા પૂરના કારણે લોકો પોતાના ઘરોમાં કમર સુધીના પાણીમાં ફસાઈ ગયા હતા. મૂલા-મુથા નદીના કિનારે આવેલા વિશ્રાંતવાડી વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા હોવાની માહિતી પણ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખડકવાસલામાંથી પાણી છોડવાને કારણે ગુરુવારે સવારે 3 વાગ્યાની આસપાસ પાણીના સ્તરમાં અચાનક વધારો થયો હતો. આ વિશે જળ સંસાધન વિભાગ કે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ દ્વારા એલર્ટ પણ જારી નહોતું કરાયું.

દિવાલ ધરાશાયી થવાની અને વૃક્ષો પડવાની અનેક ઘટનાઓ

ભૂસ્ખલનને કારણે અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. શાળાઓ બંધ હતી અને કેટલીક પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દિવાલ ધરાશાયી થવાની અને વૃક્ષો પડવાની અનેક ઘટનાઓ બની હતી, પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી. હવામાન વિભાગે આગામી કેટલાક કલાકોમાં પુણે શહેર અને ઘાટ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. રાયગઢ-પુણે રોડ પર તામ્હિની ઘાટ પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. રાયગઢ પોલીસે જણાવ્યું કે કાટમાળ હટાવવામાં ન આવે ત્યાં સુધી આ ઘાટ રોડ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

25 જુલાઈએ શાળાઓ બંધ રાખવાનો આદેશ

પુણેના જિલ્લા કલેક્ટર સુહાસ દિવસેએ જણાવ્યું કે ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ખડકવાસલા વિસ્તાર, ભોર, વેલ્હા, માવલ, મુલશી, હવેલી તાલુકા અને પુણે શહેર અને પિંપરી ચિંચવડ વિસ્તારની શાળાઓને 25 જુલાઈએ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે સવારે 6 વાગ્યાથી ખડકવાસલા ડેમમાંથી લગભગ 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ પુણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે. કલેકટરે લોકોને સતર્ક રહેવા અને ઘરમાં રહેવા અપીલ કરી છે.

એર ઈન્ડિયાએ અપડેટ જાહેર કર્યું

મુંબઈમાં વરસાદને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ અપડેટ જારી કર્યું છે. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ભારે વરસાદને કારણે મુંબઈ જતી અને આવતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને એરપોર્ટ માટે વહેલા જવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ધીમો ટ્રાફિક અને પાણી ભરાવાને કારણે ફ્લાઈટમાં વિલંબ થઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT