Bihar Politics: બિહારમાં ડેપ્યુટી સીએમના નામ પર લાગી મહોર, આ બંને નેતાઓને મળ્યું મોટું પદ
નીતિશ કુમાર 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે સમ્રાટ ચૌધરીને અને વિજય સિંહા નવી સરકારના ડેપ્યુટી સીએમ તારકેશ્વર પ્રસાદ અને રેણુ દેવી અગાઉની JDU-BJP ગઠબંધન…
ADVERTISEMENT
- નીતિશ કુમાર 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે
- સમ્રાટ ચૌધરીને અને વિજય સિંહા નવી સરકારના ડેપ્યુટી સીએમ
- તારકેશ્વર પ્રસાદ અને રેણુ દેવી અગાઉની JDU-BJP ગઠબંધન સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા
Bihar Political Crisis: બિહારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નીતિશ કુમારે મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને ફરીથી NDAમાં પાછા ફરવાના સમાચારને સમર્થન આપ્યું છે. આજે રાજભવન પહોંચીને તેમણે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું. બિહારમાં આજે સાંજે પાંચ વાગ્યે શપથગ્રહણ સમારોહ યોજાશે. આ વચ્ચે નવી NDA સરકારનું સ્વરૂપ પણ સામે આવ્યું છે.
Bihar BJP president Samrat Choudhary elected leader of legislative party, Vijay Sinha elected deputy leader: Vinod Tawde
— Press Trust of India (@PTI_News) January 28, 2024
તારકેશ્વર પ્રસાદ અને રેણુ દેવી અગાઉની JDU-BJP ગઠબંધન સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. આ વખતે ભાજપે બે નવા ચહેરા આપ્યા છે. બિહાર ભાજપે ધારાસભ્ય દળના નેતા સમ્રાટ ચૌધરીને અને વિજય સિંહાને ડેપ્યુટી સીએમ તરીકે પસંદ કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બિહારમાં નવા ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવા માટે આજે સાંજે પટના પહોંચશે.
ADVERTISEMENT
નીતિશ કુમાર 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે
બિહાર ભાજપે સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા અને વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. નીતિશ કુમાર 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ દ્વારા ભાજપે જ્ઞાતિ સમીકરણને પણ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે વિજય સિન્હા ભૂમિહારથી આવે છે અને સમ્રાટ ચૌધરી કોરી સમુદાયમાંથી આવે છે. યાદવો પછી ઓબીસી વોટ બેંકમાં કુર્મી-કોરીની સંખ્યા સૌથી વધુ છે. યાદવોની વસ્તી આશરે 15 ટકા છે, જ્યારે કુર્મી-કોરીની વસ્તી લગભગ 7 ટકા છે. જ્યારે ભૂમિહારોની વસ્તી 3 ટકા જેટલી છે.
રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારની પ્રથમ પ્રતિક્રિયા
રાજીનામું સુપરત કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા નીતિશ કુમારે કહ્યું કે, તેમણે રાજ્યપાલને બિહારમાં મહાગઠબંધનનું વિસર્જન કરવાનું પણ કહ્યું છે. જેડીયુ નેતાએ કહ્યું કે લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ સાથે ત્રણ ડાબેરી પક્ષોના મહાગઠબંધનની સ્થિતિ સારી નથી અને તેથી તેમણે આ પગલું ભરવું પડ્યું. તેમણે કહ્યું, ‘હું લાંબા સમયથી કોઈ પણ બાબત પર ટિપ્પણી કરી રહ્યો નથી કારણ કે મહાગઠબંધનમાં કોઈ કામ બરાબર રીતે ચાલતું ન હતું. હું મારા પક્ષના કાર્યકરો સહિત દરેકના અભિપ્રાયો અને સૂચનો મેળવી રહ્યો હતો. મેં તેમની તમામ વાત સાંભળી અને આજે રાજીનામું આપી વર્તમાન સરકારનો અંત આણ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT