VIDEO : મોદી સરકારના શપથ સમારોહમાં પહોંચ્યો દિપડો? વાયરલ વીડિયોથી હડકંપ મચ્યો

Gujarat Tak

ADVERTISEMENT

rashtrapati-bhavan-wild animal
શપથ ગ્રહણ સમારોહ, રાષ્ટ્રપતિ ભવન
social share
google news

Animal at Rashtrapati Bhavan oath ceremony video : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે 9 તારીખની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહમાં નવી સરકારે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના લોકો સામેલ થયા. જેમાં રાજકીય, બિઝનેસ અને ફિલ્મી જગતના લોકો પણ સામેલ થયા. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર કુતૂહલ સર્જ્યું છે.

વીડિયોએ ઈન્ટરનેટ પર હડકંપ મચાવ્યો

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કેમેરામાં એક શંકાસ્પદ જાનવર કેદ થતું નજરે પડી રહ્યું છે. આ જાનવરને લઈને ઈન્ટરનેટ પર એક ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે  આ જાનવર દિપડો હતો, ત્યારે કેટલાક લોકો આને જંગલી બિલાડી અને બોબ કેટ કહી રહ્યા છે. જોકે, એ કન્ફર્મ નથી થયું કે કેમેરામાં દેખાયેલ જાનવર કયું હતું. જો આ જાનવર દિપડો જ હતો તો આ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ ચિંતાની વાત છે. બીજી રાહતની વાત એ છે કે જો આ દિપડો હતો તો તે સ્ટેજ તરફ ન આવ્યો અને મહેમાનો તરફ ન આવ્યો.

વીડિયોમાં જોઈ શકાય છે કે શપથ દરમિયાન એક તરફ રાષ્ટ્રપતિ મહોદયા બેઠા છે અને બીજી તરફ મધ્યપ્રદેશથી આવતા સાંસદ દુર્ગા દાસ શપથ બાદ પેપર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. આ વચ્ચે એક શંકાસ્પદ જાનવર પસાર થતું નજરે પડ્યું. તે એક બાજુથી બીજી બાજુ જઈ રહ્યું હતું. ત્યારે કેમેરામાં આ જાનવર કેદ થઈ ગયું. ત્યારબાદ જાનવરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT