Railway Recruitment 2024: ભારતીય રેલવેમાં નોકરી માટે મોટી તક, જલ્દી કરો નહીં તો રહી જશો
Indian Railway Recruitment: સરકારી નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે ભારતીય રેલવે એક સારી તક લઈને આવ્યું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ભારતીય રેલવેમાં નોકરીની છેલ્લી તક
9 માર્ચે રેલવેએ બહાર પાડી હતી ભરતી
9 હજારથી વધુ ખાલી જગ્યાઓ પર કરાશે ભરતી
Indian Railway Recruitment: સરકારી નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે ભારતીય રેલવે એક સારી તક લઈને આવ્યું છે. જો તમે રેલવેમાં નોકરીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તો આજે જ અરજી કરો. સેન્ટ્રલ રેલવેએ 9 માર્ચે ટેકનિશિયનની પોસ્ટ માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડી હતી. આજે અરજી કરવાની છેલ્લી તારીખ છે. આ ભરતી દ્વારા રેલવે 9 હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરશે. ચાલો જાણીએ કેવી રીતે અરજી કરવી
9 હજારથી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી
સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે આજે તમારી પાસે અરજી કરવાની છેલ્લી તક છે. આજે રાતે 11.59 વાગ્યે વિન્ડો બંધ થઈ જશે. તમને જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયા દ્વારા RRB ટેકનિશિયન ગ્રેડ-1 સિગ્નલની 1092 જગ્યાઓ અને ટેકનિશિયન ગ્રેડ – 3ની કુલ 8092 જગ્યાઓ પર ભરતી કરાશે. તમે આ પોસ્ટ્સ માટે ઓનલાઈન જ અરજી કરી શકો છો, જેના માટે તમારે રેલવેની વેબસાઈટ https://www.rrbapply.gov.in/#/auth/landing પર જવું પડશે.
લાયકાત
ટેકનિશિયન ગ્રેડ-1 સિગ્નલ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર/કોમ્પ્યુટર સાયન્સ/IT વગેરેમાં B.Sc ડિગ્રી હોવી આવશ્યક છે. જ્યારે ટેકનિશિયન ગ્રેડ-3 પોસ્ટ્સ માટે ઉમેદવારે સંબંધિત ફિલ્ડમાં ITI કરેલું હોવું જોઈએ.
ADVERTISEMENT
વય મર્યાદા
- ટેકનિશિયન ગ્રેડ-1 સિગ્નલ માટે અરજદારની ઉંમર 18 વર્ષથી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- ટેકનિશિયન ગ્રેડ-3 માટે અરજદારીની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- અનામત વર્ગના ઉમેદવારોને પણ સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
અરજી ફી
- જનરલ/OBC/EWS – 500 રૂપિયા
- SC/ST/મહિલા– 250 રૂપિયા
ADVERTISEMENT
પસંદગી પ્રક્રિયા
ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરીક્ષાની તારીખ રેલવે દ્વારા ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. ઉમેદવારે સિલેક્શન માટે CBT 1 અને CBT 2 પરીક્ષા પાસ કરવી પડશે. પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT