‘સત્તામાં આવ્યા બાદ અમે અનામતની 50 ટકા મર્યાદા હટાવીશું’, Rahul Gandhi નો મોટો દાવો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા એક મોટો દાવો કર્યો INDIA ગઠબંધનની સરકાર બનશે તો સમગ્ર દેશમાં જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે અનામતની 50…
ADVERTISEMENT
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા એક મોટો દાવો કર્યો
- INDIA ગઠબંધનની સરકાર બનશે તો સમગ્ર દેશમાં જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે
- અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવામાં આવશે
Rahul Gandhi on Reservation: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા એક મોટો દાવો કર્યો છે. ગઇકાલે તેમણે રાંચીમાં કહ્યું હતું કે, જો કેન્દ્રમાં INDIA ગઠબંધનની સરકાર બનશે તો સમગ્ર દેશમાં જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે અને અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવામાં આવશે. રાંચીના શહીદ મેદાન ખાતે ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત આયોજિત મણિપુર-થી-મહારાષ્ટ્ર ભારત રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર વળતો પ્રહાર કર્યો હતો.
રાહુલ ગાંધીની ભાજપ પર આક્રમક ટિપ્પણી
રાહુલે આરોપ લગાવ્યો કે, ઝારખંડના મુખ્યમંત્રી આદિવાસી હોવાને કારણે ભાજપે જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધન સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું, હું ગઠબંધનના તમામ ધારાસભ્યો અને સીએમ ચંપાઈ સોરેનને અભિનંદન આપવા માંગુ છું કે તેઓએ ભાજપ-આરએસએસના ષડયંત્રને અટકાવ્યું અને ગરીબોની સરકારની સુરક્ષા કરી.
રાહુલ ગાંધીએ આપ્યું વચન
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, દેશમાં દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો (OBC) બંધુઆ મજૂરોમાં ફેરવાઈ ગયા છે. મોટી કંપનીઓ, હોસ્પિટલો, શાળાઓ, કોલેજો અને અદાલતોમાં તેમની ભાગીદારીનો અભાવ છે. આજે ભારત સામે આ સૌથી મોટો પ્રશ્ન છે. અમારું પહેલું પગલું દેશમાં જ્ઞાતિની વસ્તી ગણતરી કરવાનું રહેશે. રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જો INDIA ની ગઠબંધન સરકાર સત્તામાં આવશે, તો તે અનામત પરની 50 ટકા મર્યાદાને નાબૂદ કરશે. તમને જણાવી દઈએ કે, હાલની જોગવાઈઓ હેઠળ 50 ટકાથી વધુ અનામત આપી શકાય નહીં.
ADVERTISEMENT
आरक्षण पर 50% की लिमिट है, हम उसे उखाड़ कर फेंक देंगे – ये कांग्रेस और INDIA की गारंटी है। pic.twitter.com/B0veY8eO6e
— Rahul Gandhi (@RahulGandhi) February 6, 2024
દલિતો અને આદિવાસીઓના આરક્ષણમાં કોઈ કાપ નહીં
કોંગ્રેસ નેતાએ કહ્યું, દલિતો અને આદિવાસીઓના આરક્ષણમાં કોઈ કાપ નહીં આવે. હું તમને ખાતરી આપું છું કે સમાજના પછાત વર્ગોને તેમના અધિકારો મળશે. દેશમાં સામાજિક અને આર્થિક અન્યાય સૌથી મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે તેઓ OBC છે પરંતુ જ્યારે જાતિ ગણતરીની માંગ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે અહીં માત્ર બે જ જાતિઓ છે – અમીર અને ગરીબ. ગાંધીએ દાવો કર્યો કે, જ્યારે ઓબીસી, દલિતો, આદિવાસીઓને અધિકાર આપવાનો સમય આવ્યો ત્યારે મોદીજી કહે છે કે કોઈ જાતિ નથી અને જ્યારે મત મેળવવાનો સમય આવ્યો ત્યારે તેઓ કહે છે કે હું OBC છું.
ADVERTISEMENT
ADVERTISEMENT