સિનિયર ક્રુ મેંબર્સના કારણે Air Indiaની વધી મુશ્કેલી, એક સાથે 78 ફ્લાઈટ્સ કેન્સલ

ADVERTISEMENT

Air India
Air Indiaની વધી મુશ્કેલી
social share
google news

Air India : જો તમે આજે હવાઈ મુસાફરી કરવા જઈ રહ્યા છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સે અચાનક તેની 78 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી છે અને તેનું મુખ્ય કારણ કર્મચારીઓની અછત છે. વાસ્તવમાં એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ એક સાથે રજા (Mass Sick Leave) પર ચાલ્યા ગયા છે, જેના કારણે કંપનીએ આ પગલું ભરવું પડ્યું છે. ખાસ વાત એ છે કે આ કર્મચારીઓએ રજા (લીવ) માટે કોઈ નોટિસ પણ આપી ન હતી.

ક્રૂ મેમ્બર્સ જાણ કર્યા વગર રજા પર ઉતરી ગયા

એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)એ જણાવ્યું કે સિનિયર ક્રુ મેમ્બર્સ અચાનક નોટિસ આપ્યા વગર રજા પર ઉતરી જતા આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. મંગળવાર રાતથી આ વિરોધે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે એરલાઈન્સે 78થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. આમાંની મોટાભાગની ફ્લાઈટ્સ મિડલ ઈસ્ટ અને ગલ્ફ દેશો માટે છે. તેમજ ઘણી ફ્લાઈટ મોડી પડી છે.

આ પણ વાંચોઃ બેંકમાં જઈને કહો આ 2 વાત, સેવિંગ એકાઉન્ટ પર મળવા લાગશે ત્રણ ગણું વ્યાજ!

 

આ પણ વાંચો

ADVERTISEMENT

કેમ વિરોધ કરી રહ્યા છે કર્મચારીઓ?

સમાચાર છે કે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ મર્જ થવા જઈ રહી છે. જેનો કર્મચારીઓ સતત વિરોધ કરી રહ્યા છે. બંને એરલાઈન્સના પાઇલોટ્સ અને કેબિન ક્રૂને લાગે છે કે તેમની નોકરી ખતરામાં છે.

યાત્રિયો માટે એરલાઈન્સની સલાહ

એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, 'અમારા સિનિયર કેબિન ક્રૂનો એક વર્ગ ગઈકાલ રાતથી છેલ્લી ઘડીની બીમાર થઈ ગયો છે, જેના પરિણામે ફ્લાઈટમાં વિલંબ થયો છે અને ઘણી ફ્લાઈટ્સ રદ થઈ છે. અમારી ટીમો મુસાફરોને પડતી અસુવિધા ઘટાડવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઓછા મતદાનથી ભાજપ ટેન્શનમાં? કમલમમાં મોડી રાત્રે અમિત શાહે કરી બેઠક

 

ADVERTISEMENT

મુસાફરોને અપાશે રિફંડ

તમને જણાવી દઈએ કે, સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલાની તપાસ કરી રહી છે. એરલાઈન્સનું કહેવું છે કે, અસરગ્રસ્ત મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરે.
 

    follow whatsapp

    ADVERTISEMENT