‘દોસ્ત દોસ્ત ના રહા’, એક ફોટાના કારણે મિત્રએ મિત્રની કરી હત્યા; કેનાલમાં ફેંક્યો મૃતદેહ
ગ્રેટર નોઈડામાં મિત્રએ કરી મિત્રની હત્યા મિત્રની ગર્લફ્રેન્ડનો ફોટો રાખ્યો હતો ફોનમાં હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો Crime News: ગ્રેટર નોઈડામાં એક યુવકે પોતાના…
ADVERTISEMENT
- ગ્રેટર નોઈડામાં મિત્રએ કરી મિત્રની હત્યા
- મિત્રની ગર્લફ્રેન્ડનો ફોટો રાખ્યો હતો ફોનમાં
- હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો
Crime News: ગ્રેટર નોઈડામાં એક યુવકે પોતાના મિત્રની ગર્લફ્રેન્ડ (girlfriend)નો ફોટો પોતાના ફોનમાં રાખ્યો હતો. આ બાબતને લઈને યુવકનો તેના મિત્રની સાથે ઝઘડો થયો હતો, જેમાં મિત્રએ યુવકની હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો. આ મામલો દનકૌર વિસ્તારના બિલાસપુરનો છે. મૃતકના પરિવારજનોએ પોલીસ પર બેદરકારીનો આક્ષેપ કરતાં પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો.
29 જાન્યુઆરીથી ગુમ હતો વૈભવ સિંઘલ
મળતી માહિતી મુજબ, ગ્રેટર નોઈડા (Greater Noida)ના બિલાસપુરના એક વેપારીનો દીકરો વૈભવ સિંઘલ 29 જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયો હતો. આ પછી પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. પરિવારે પોલીસને તેમના પુત્રને શોધવા માટે અપીલ કરી હતી, પરંતુ લગભગ એક અઠવાડિયા પછી પણ પોલીસ વૈભવને શોંધી શકી નહોતી.
હોબાળા બાદ પોલીસ થઈ એક્ટિવ
આ પછી પોલીસે લાપતા યુવકના મોબાઈલને સર્વેલન્સ પર મૂક્યો, જેના આધારે બે યુવકોના ઠેકાણા મળી આવ્યા. બીજી તરફ યુવકના પરિવારજનોએ પોલીસ પર બેદરકારીનો આક્ષેપ કરતાં પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. આ પછી પોલીસ એક્ટિવ થઈ અને બે આરોપીઓની ધરપકડ કરી.
એડિશનલ DCPએ કહ્યું- આરોપીઓએ હત્યાની કબૂલાત કરી
એડિશનલ DCP ગ્રેટર નોઈડા અશોક કુમારે જણાવ્યું કે પોલીસે બે યુવકોને ધનૌરીથી સક્કા તરફ જતા રસ્તા પર આવતા જોયા. બંનેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પોલીસની ગાડી જોઈને બંને ખેતર તરફ ભાગવા લાગ્યા હતા. આ પછી પોલીસની ટીમે પણ બંનેનો પીછો શરૂ કર્યો હતો. બંનેએ પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું.
પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં કર્યું ફાયરિંગ
જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું, જેમાં પોલીસના ગોળીબારને કારણે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. તેની ઓળખ 19 વર્ષીય માજ પઠાણ તરીકે થઈ છે. જે બાદ પોલીસે બંનેને ઝડપી પાડ્યા, તેમની પાસેથી મૃતક વૈભવનો મોબાઈલ ફોન મળી આવ્યો. પૂછપરછ દરમિયાન બંનેએ વૈભવની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
આરોપીઓએ પોલીસને શું કહ્યું?
બંનેએ પોલીસને જણાવ્યું હતું કે વૈભવ અને આરોપી માજ પઠાણ મિત્રો હતા. બંને વચ્ચે લાંબા સમયથી યુવતીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. માઝ પઠાણની ગર્લફ્રેન્ડનો ફોટો વૈભવના ફોનમાં હતો, જેને માઝ ડિલીટ કરાવા માંગતો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો.
માજ અને વૈભવ વચ્ચે દુશ્મની
જ્યારે વૈભવે ફોટો ડિલીટ ન કર્યો ત્યારે માજ અને વૈભવ વચ્ચે દુશ્મની થઈ હતી. માજ પઠાણે તેના સગીર મિત્ર સાથે સૌ પ્રથમ વૈભવને મળવા બોલાવ્યો હતો. જે બાદ તેની હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT