અસમંજસ: શું લોકસભા ચૂંટણી ઉમેદવારોને નડશે? UPSC, NEET અને CUET સહિતની પરીક્ષાઓની તારીખ બદલાશે!
NEET CUET UPSC Prelims 2024: લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. આ વખતે પણ દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજવાની છે. એવામાં હવે એક સવાલ ઊભો થયા છે કે એપ્રિલથી જૂન સુધીમાં દેશમાં ઘણી મહત્વની પરીક્ષા યોજવાની હતી તો હવે શું તે પરીક્ષાઓના કાર્યક્રમમાં કોઈ ફેરફાર થશે ખરા? ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે માટે વિદ્યાર્થીઓ એવી અસમંજસ છે કે શું પરીક્ષા પણ નહીં લેવાય? તો આજે આપણે એ જ સવાલના જવાબ જાણીશું.
ADVERTISEMENT
NEET CUET UPSC Prelims 2024: લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. આ વખતે પણ દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજવાની છે. એવામાં હવે એક સવાલ ઊભો થયા છે કે એપ્રિલથી જૂન સુધીમાં દેશમાં ઘણી મહત્વની પરીક્ષા યોજવાની હતી તો હવે શું તે પરીક્ષાઓના કાર્યક્રમમાં કોઈ ફેરફાર થશે ખરા? ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે માટે વિદ્યાર્થીઓ એવી અસમંજસ છે કે શું પરીક્ષા પણ નહીં લેવાય? તો આજે આપણે એ જ સવાલના જવાબ જાણીશું.
ચૂંટણી વચ્ચે શું હવે આ પરીક્ષાઓ યોજાશે ખરા?
લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે, જે 7 તબક્કામાં યોજાશે. 7મા અને છેલ્લા તબક્કાની ચૂંટણી 1 જૂને યોજાશે અને પરિણામ 4 જૂન, 2024ના રોજ આવશે. આવી સ્થિતિમાં આ વર્ષે યોજાનારી અનેક મહત્વની પરીક્ષાઓની તારીખો આ સમયગાળા વચ્ચેની જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન NEET-UG, CUET-UG અને UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા 2024 ની પરીક્ષા યોજવાની છે. તો શું હવે એ પરીક્ષાઓ યોજાશે કે કેમ તે જાણવા જેવું છે. લોકસભા ચૂંટણીનું શેડ્યૂલ જાહેર થયા બાદ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે ICAI CA ફાઉન્ડેશન, મે 2024ની ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. હવે આ પરીક્ષાઓનું નવું શેડ્યૂલ 19 માર્ચ 2024ના રોજ બહાર પાડવામાં આવશે. તો લેટેસ્ટ અપડેટ પ્રમાણે CUET UG પરીક્ષા કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય એવું NTA નું નિવેદન સામે આવ્યું છે.
CUET-UG 2024 ની પરીક્ષા પર શું અપડેટ છે?
CUET UG 2024 ની પરીક્ષા સત્તાવાર શેડ્યૂલ મુજબ, 15 મે થી 31 મે, 2024 સુધી નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે પરીક્ષા ચૂંટણીની તારીખ સાથે જ આવી રહી છે અને UGCના અધ્યક્ષ જંદિશ કુમારે જણાવ્યું હતું કે CUET UG 2024 પરીક્ષાની તારીખો લોકસભા ચૂંટણીના સમયપત્રકના આધારે બદલવામાં આવશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો:- વર્ગ-3ની કુલ 5554 જગ્યાઓ માટે આ તારીખથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે કૉલ લેટર, જાણો સંપૂર્ણ માહિતી
UPSC ની પરીક્ષાની તારીખ પણ બદલાય શકે છે!
તો દેશની સૌથી અધરી પરીક્ષા એટલે કે UPSC ની પ્રિલીમ પરીક્ષા પણ ચૂંટણીના સમય સાથે જ અથડામણ કરી રહી છે, તેથી એવી અપેક્ષા છે કે UPSC પ્રિલિમ પરીક્ષાની તારીખો પણ બદલાવની પૂરી સંભાવનાઓ દેખાય રહી છે. 26 મે ના રોજ દેશમાં UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા યોજવાની છે અને આ તારીખ ચૂંટણીની સાથે જ આવી રહી છે માટે ટાઈમટેબલ બદલાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જોકે, હજુ UPSC એ પણ આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.
NEET-UG 2024 ની પરીક્ષા ક્યારે યોજાશે?
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ 2024 (NEET-UG 2024) આ વર્ષે 5 મેના રોજ યોજવાની છે, પરંતુ આ પરીક્ષાની તારીખ પણ ચૂંટણીની તારીખો સાથે જ આવી રહી છે. જો કે, NTA એ પરીક્ષા મુલતવી રાખવા અંગે કોઈ જાહેરાત કરી નથી, તેથી ઉમેદવારોને પરીક્ષાના સમયપત્રક પર અપડેટ્સ માટે અધિકૃત વેબસાઇટ nta.ac.in તપાસતા રહે. આ અંગેની તમામ અપડેટ અહી જ અપડેટ થતી તમને જોવા મળશે.
ADVERTISEMENT
બમ્પર ભરતી:- AMC Junior Clerk Bharti: ક્લાર્કની નોકરી માટે ઉત્તમ તક, જાણો પગાર સહિત અરજીની વિગતો
ADVERTISEMENT