BIG NEWS: વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ માટે આ તારીખથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે કૉલ લેટર, જાણો સંપૂર્ણ માહિતી

ADVERTISEMENT

GSSSB exam
ઉમેદવારો માટે ખાસ સૂચના
social share
google news

GSSSB exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની પરીક્ષાને (CCE Exam) લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ આગામી 1 એપ્રિલ 2024થી 8 મે 2024 દરમિયાન દરરોજ 4 સેશનમાં યોજાનારી પરીક્ષાના કોલલેટર તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર તા. 27/03/2024 ના રોજ 14:00 કલાકથી 31/03/2024ના રાત્રીના 23:59 કલાક સુધી ડાઉનલોડ કરી શકશે.  

ઉમેદવારો માટે ખાસ સૂચના

 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે. આ સિવાય ખાસ સૂચના આપવામાં આવી છે કે  કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?

  • https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
  • MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું 
  • ત્યારબાદ "Primary Exam Call Letter" પર "Click" કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં "Confirmation Number" તથા "Birth Date" ટાઇપ કરીને Print Call Letter પર “Click" કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).
  • ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે. ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.
     

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT