AMC Junior Clerk Bharti: ક્લાર્કની નોકરી માટે ઉત્તમ તક, જાણો પગાર સહિત અરજીની વિગતો

ADVERTISEMENT

AMC Junior clerk recruitment 2024
ફૉર્મ ભરવાની શરૂઆત કયારથી થશે
social share
google news

AMC Junior clerk recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનીયર ક્લાર્ક માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે 15 એપ્રિલ સુધી અરજી કરાશે. અરજી માત્ર ઓનલાઈન કરવાની રહેશે.

ફૉર્મ ભરવાની શરૂઆત કયારથી થશે

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનીયર ક્લાર્ક માટે બમ્પર ભરતી બહાર પડવામાં આવી છે. AMC દ્વારા  ૬૧૨ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે  નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આ નોકરી મેળવવા માટે તા:15/04/2024 ના રોજ 23.59  કલાક સુધીમાં ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

પોસ્ટનું નામ

  • સહાયક જુનીયર કલાર્ક – કુલ જગ્યા ૬૧૨ 
  • લાયકાત - કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ કલાસ ગ્રેજયુએટ પાસ 
  • સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ

પગાર ધોરણ 


હાલ ફીક્સ વેતન રૂ. ૨૬૦૦૦/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઇ, લેવલ - ૨, પે મેટ્રીક્સ રૂ. ૧૯૯૦૦/૬૩૨૦૦ની ગ્રેડમાં બેઝીક સાથે જ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં મળશે.

ADVERTISEMENT

વયમર્યાદા 


33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય

અરજી ફી 


ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી રૂ. ૫૦૦/- 
આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના ઉમેદવારોએ અરજીદીઠ રૂ. ૨૫૦/- 
દિવ્યાંગ જન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.

ADVERTISEMENT

કેવી રીતે કરવી અરજી 

અરજી કરવા માટે:- https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FrmVacancyDetail.aspx
ત્યારબાદ Apply Online  પર કલીક કરી, તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે. 
ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર એસએમએસ આવશે, જેમાં ઉમેદવારનો એપ્લીકેશન નંબર દર્શાવેલ હશે.
ઓનલાઇન અરજી સબમીટ થયેથી અરજી ફી ભરવા માટે સીધી જ એક લિંક ઓપન થશે
જેમાં જગ્યાનું નામ, એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ ભરી done પર ક્લીક કરવાની રહેશે.
જો કોઇ કારણોસર પેમેન્ટ લિંક ઓપન ન થાય તો નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરવી.
https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmFeesPayment.aspx
Submit પર ક્લીક કર્યા બાદ ગેટ વે પસંદ કરી ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અથવા નેટ બેંકીગ થી પેમેન્ટની પ્રકીયા પૂર્ણ કરવાની રહેશે.
મોબાઈલ નંબરમાં પેમેન્ટ સફળ થયાનો મેસેજ આવ્યા બાદ ફરી Recruitment & Results link Download Receiptમાં જઈને ઓનલાઇન અરજીની રસીદ ડાઉનલોડ કરવાની રહેશે
જો ઉમેદવાર દ્વારા પેમેન્ટની પ્રક્રીયા પૂર્ણ કર્યા બાદ કોઇ કારણોસર પેમેન્ટ સફળ ન થાય તો, ઉમેદવારે ૩ કલાક બાદ જ બીજીવાર પેમેન્ટની પ્રક્રીયા કરવાની રહેશે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT