મોદી નોબલ શાંતિ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર?: વાયરલ દાવાનું સત્ય

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર અવારનવાર એવા મેસેજીસ ફરતા થઈ જાય છે જે અંગે ખરેખર સત્ય શું છે અને ખોટું શું છે તે તપાસી લેવાની જરૂર છે. કારણ કે તેના પર આંખ બંધ કરી માની લઈને જ્યાં ત્યાં ફોર્વર્ડ કરનારાઓની સંખ્યા પણ આપણે ત્યાં ઘણી છે. હાલમાં ફરતા થયેલા એક મેસેજમાં દાવો કરાયો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોબેલ શાંતિ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં આ દાવો ખુલ નોબેલ શાંતિ પુરસ્કાર કમિટીના સભ્ય અસલ તોજેએ કર્યો છે તેવી રીતે દર્શાવાઈ રહ્યો છે. આવો જાણીએ સત્ય શું છે.

કેવી રીતે ઓછા થઈ ગયા કિસાન સમ્માન નિધિ મેળવનારા 1.78 કરોડ ખેડૂતો? સમજો પુરુ ગણિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને થઈ રહેલા દાવાની સત્યતા તપાસીએ તો અસલ તોજેનું મીડિયાને આપેલનું નિવેદન સામે આવી રહ્યું છે જે ઈકોનોમિક્સ ટાઈમ્સે યુટ્યૂબ ચેનલ પર દર્શાવ્યું છે. તેમાં તેઓ કહે છે કે વડાપ્રધાન મોદીએ યુક્રેન સંકટ વખતે સકારાત્મક રીતે હસ્તક્ષેપ કર્યો. રુસને પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી. જે જોઈને ખુબ ખુશી થઈ. મને લાગે છે કે દુનિયાના કોઈ પણ જવાબદાર નેતાને આ સંદેશ જવો જોઈએ. જોકે તેમણે ક્યાંય પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોબેલ શાંતિ પુરસ્કારના દાવેદાર છે તેવું નથી કહ્યું.

ગુજરાતના દરિયાકાંઠે મોટી સંખ્યામાં ડોલ્ફીનનો શિકાર, 10 શિકારીઓ પકડાયા

તમામ રાજનેતા પ્રેરિત થાયઃ તોજે
આ ઉપરાંત તેમણે એબીપી ન્યૂઝને પણ આપેલા ઈન્ટરવ્યૂમાં નોબલ શાંતિ પુરસ્કારના નોમિનેશન કેવી રીતે થાય ચે તે અંગેની જામકારી આપી હતી. તેમણે કહ્યું કે ભારતથી પણ ઘણા નોમિનેશન મળી રહ્યા છે. રુસ-યુક્રેન જંગ રોકવામાં ભારતનો રોલ બહુ જરૂરી છે. તેમણે એવું પણ કહ્યું કે હું આશા રાખું છું કે નોબલ પુરસ્કાર માટે જે કામ કરવાના હોય છે, તે દુનિયાના તમામ રાજનેતાઓ કરવા માટે પ્રેરિત થાય. જોકે આ ઈન્ટર્વ્યૂમાં પણ તોજેએ ક્યાંય નરેન્દ્ર મોદી નોબેલ શાંતિ પુરસ્કારના દાવેદાર હોવાનું નથી કહ્યું.

ADVERTISEMENT

આ ઉપરાંતના પણ ઘણા અહેવાલો સામે આવ્યા પણ ત્યાં પણ નરેન્દ્ર મોદીને નોબેલ શાંતિ પુરસ્કારના દાવેદાર તેમણે ગણાવ્યા નથી. તેથી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે, અસલ તોજેના નામે ફરતા થયેલા આ પ્રકારના મેસેજીસ અને અહેવાલોમાં સત્યતાનો દમ નથી.

    follow whatsapp

    ADVERTISEMENT