અજય શીલુ.પોરબંદરઃ જંગલ વિસ્તારોમાં તો પશુ-પક્ષીઓ અને પ્રાણીઓના શિકાર કરતા શિકારીઓ અવાર-નવાર ઝડપાતા હોય છે પરંતુ અહીં તો પોરબંદરના દરિયાઇ વિસ્તારના 12 નોટીકલ માઇલ દૂર મધદરિયેથી સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર શિકાર કરી રહેલા 10 આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે ચાલો જોઈએ કોણ છે દરિયાના આ શિકારીઓ અને કોનો કરતા હતા તેઓ શિકાર.
લવ મેરેજ કરનારાઓને પડી જશે તકલીફઃ કાલોલના ધારાસભ્યએ વિધાનસભામાં માતાપિતાની સહી ફરજિયાત કરવાની માગ કરી
વિવિધ એજન્સીઓએ સાથે મળી કર્યું કામ
દરિયામાં અત્યાર સુધી દાણ-ચોરી તથા ડ્રગ્સના જથ્થા સાથે તો અનેક વખત આરોપીઓ ઝડપાયાની ઘટનાઓ બનતી રહે છે પરંતુ સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોરબંદરના દરિયાઇ વિસ્તારના 12 નોટીકલ માઇલ દૂર મધદરિયે ગત તારીખ 15 માર્ચના રોજ ભારતીય કોસ્ટગાર્ડ, ગુજરાત પોલીસ તથા વન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડાયનાસ-2 નામની માછીમારી બોટ સાથે બોટમાં સવાર 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. બોટમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર શિકાર કરવામાં આવેલી 22 ડોલફીન મૃત હાલતમાં મળી આવી હતી. આ ઓપરેશન અંગેની તમામ તપાસ વન વિભાગ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આરોપીઓના કોવીડ ટેસ્ટ સહિતની કાર્યવાહી કર્યા બાદ આરોપીઓ તથા મુદામાલને હાલમાં પોરબંદર વન વિભાગના ચોબારી રેસ્ટ હાઉસ ખાતે રાખવામાં આવ્યો છે. પકડાયેલી બોટને હાલ પોરબંદરના અસ્માવતી બંદર ખાતે લાંગરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ દ્વારા જે ડોલફીનનો શિકાર કરવામાં આવ્યો છે તે ડોલફીન વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ-2 હેઠળ પ્રોટેક્ટેડ છે જેથી ડોલફીનનો શિકાર કરવા પર પ્રતિબંધ છે.
RAJKOT માં કુદરતી હાજત કરી રહેલા યુવકનું હાર્ટ એટેકથી મોત, દરવાજો તોડી બહાર કઢાયો
આરોપીઓને વન વિભાગના રેસ્ટ હાઉસમાં કેમ રખાયા?
ડોલફીનના શિકારીઓ સાથે કડક વલણ અપનાવવાને બદલે પોરબંદર વન વિભાગના સ્થાનિક આરએફઓ ભમર જાણે કે આરોપીઓની આગતા સ્વાગતા કરતા હોય તેમ આરોપીઓને વન વિભાગના રેસ્ટ હાઉસ ખાતે રાખી આરોપીઓ તથા મુદામાલને મીડિયાથી છુપાવવા પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. ડોલ્ફીન માછલી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ-2માં આવે છે. શેડ્યુલ-1માં નહીં તે શેડ્યુલ -2 માં આવે છે તેની પણ જાણકારી નહીં ધરાવનાર આરએફઓ દ્વારા મીડિયાને કવરેજ કરતા રોક્યા હતા. ‘અમે તમને વીડિયો મોકલી આપીશું’ તેવો જવાબ આપતા જોવા મળ્યા હતા. પકડાયેલા આરોપીઓને જ્યારે કોવીડ ટેસ્ટ માટે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે પકડાયેલા આરોપીઓએ એવું જણાવ્યું હતું કે, તેઓ 26 તારીખે કોચીથી નિકળ્યા હતા અને ડોલફીનનો તેઓ શા માટે શિકાર કરતા હતા અને તેને ક્યાં વહેંચતા હતા તે અંગે બોટ સાથે પકડાયેલા આરોપીને પુછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, અમોને કોઈ જાણકારી નથી અને આ બોટ માલિક કોઇ એન્ટોની હોવાનું જણાવ્યું હતું.