મસ્જિદોની અંદર નહી થાય ઇફ્તારનું આયોજન, મૌલવીઓના લાંબા-લાંબા ભાષણ પર પ્રતિબંધ

ADVERTISEMENT

Ban on iftar in Saudi
ઇફ્તાર પાર્ટીનું ભોજન મસ્જિદમાં નહી પીરસાય
social share
google news

રિયાદ : સઉદી અરબની મસ્જિદોની અંદર ઇફ્તાર પિરસવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે આદેશ સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન અલ સઉદીની આજ્ઞા બાદ બહાર પાડવામાં આવ્યો છે. હવે નવા આદેશ અનુસાર રમઝાન દરમિયાન સમગ્ર દેશની મસ્જિદોની અંદર ઇફ્તાર પાર્ટી નહી થઇ શકે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મસ્જિદોના ઇમામોને આગામી પવિત્ર મહિના દરમિયાન ઉપાસકોને ઇફ્તાર કરાવવા માટે દાન એકત્ર કરતા પણ અટકાવી દેવાયા છે. આ પગલું ઇસ્લામિક મામલાના મંત્રાલયના રમઝાન સાથે જોડાયેલા ઉપાયોનો હિસ્સો છે. 

મસ્જિદોને સાફ રાખવાનો નિર્દેશ

મંત્રાલયે મસ્જિદોને સાફ રાખવા માટે અંદર ઇફ્તાર પરોસવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. નિર્દેશ અપાયા કે, ભોજન કમ્પાઉન્ડમાં એક પહેલાથી નક્કી કરાયેલા સ્થળ પર આયોજન કરવામાં આવવું જોઇએ. આ ઉપરાંત નમાઝ દરમિયાન ઇમામની ફિલ્મ બનાવવા માટે મસ્જિદોની અંદર કેમેરાના ઉપયોગ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત અલગ અલગ મીડિયા માધ્યમોથી પ્રાર્થના પ્રસારિત કરવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. 

ઇમામોને લાંબા લાંબા ઉપદેશ ન આપવા ભલામણ

બીજી તરફ ઇમામોને તરાવીહની નમાજ લાંબી નહી કરવા અને ઉપસકો માટે ફાયદાકારક વિશેષ રીતે ઉપવાસના નિયમો અને રમઝાનના પવિત્ર મહિનાની ખુબીઓ પર પ્રકાશ નાખવાનો ઉપદેશથી બચવા માટે જણાવ્યું છે. સઉદી અરબ પોતાના દેશની છબી એક કટ્ટરપંથી દેશથી બદલવા માંગે છે. તેનું મુખ્ય કારણ છે પ્રિંસ સલમાનની નવી આર્થિક નીતિ છે, જેના દ્વારા તેઓ 2030 સુધીમાં સઉદી અરબની અર્થવ્યવસ્થાને તેલથી નિર્ભરતા હટાવવા માંગે છે.  

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT