Heart Attack પહેલા પગમાં દેખાય છે આ 5 લક્ષણો, સમયસર સાવધાન થઈ જાઓ

ADVERTISEMENT

Heart Attack
Heart Attack પહેલા પગમાં દેખાય છે આ 5 લક્ષણો
social share
google news

Heart Attack Symptoms In Feet: હાર્ટ એટેક એ એક ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ છે જે જીવલેણ પણ હોઈ શકે છે. ઘણીવાર લોકો છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને સારી રીતે ઓળખી લે છે, પરંતુ શું તમે જાણો છો કે હાર્ટ એટેક આવતા પહેલા પગમાં પણ કેટલાક લક્ષણો દેખાય છે? ઘણા લોકો આ લક્ષણોની અવગણના કરે છે અથવા તેને કોઈ સાધારણ સમસ્યા સમજી લે છે, જે ઘાતક હોઈ શકે છે. ચાલો જાણીએ પગમાં જોવા મળતા કેટલાક એવા લક્ષણો વિશે, જે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.  

પગમાં સોજો

પગ, પગની ઘૂંટીમાં અચાનક સોજો આવવો એ હૃદયની બીમારીનો સંકેત હોઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે હૃદય નબળું પડી જાય છે અને શરીરના નીચેના ભાગોમાં લોહી યોગ્ય રીતે પંપ નથી કરી શકતું. 

પગમાં દુખાવો

ખાસ કરીને સીડી ચડતી વખતે અથવા થોડીવાર ચાલ્યા પછી પગમાં દુખાવો થવો હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. આ દુખાવો છાતીના દુખાવા સુધી ફેલાઈ શકે છે.

ADVERTISEMENT

પગમાં કળતર 

પગમાં કળતર અથવા સુન્નતા અનુભવવી એ પણ હૃદય રોગની નિશાની હોઈ શકે છે. આવું બ્લડ ફ્લોમાં ઘટાડો થવાના કારણે થઈ શકે છે. 

ચામડીનો રંગ બદલાઈ જવો

પગની ત્વચા પીળી, વાદળી અથવા જાંબલી રંગની થવી એ પણ લોહીના પ્રવાહમાં ઘટાડો થવાનો સંકેત હોઈ શકે છે.

ADVERTISEMENT

અન્ય લક્ષણો

- છાતીમાં દુખાવો અથવા દબાણ
- શ્વાસ લેવામાં તકલીફ
- ચક્કર આવવા અથવા ગગભરાટ
- ઉબકા અથવા ઉલટી
- અતિશય પરસેવો વળવો

ADVERTISEMENT

આ બાબતોનું રાખો ધ્યાન

- તમામ લોકોમાં હાર્ટ એટેકના લક્ષણો એક સરખા હોતા નથી.  
- કેટલાક લોકોમાં હળવા લક્ષણો હોઈ શકે છે, જ્યારે અન્ય કેટલાક લોકોમાં ગંભીર લક્ષણો હોઈ શકે છે.
- પુરુષો કરતાં મહિલાઓમાં હાર્ટ એટેકના કેટલાક અલગ લક્ષણો હોઈ શકે છે.
- જો તમને હૃદયરોગનું જોખમ હોય, તો તમારા ડૉક્ટર પાસે નિયમિતપણે ચેકઅપ કરાવો. તંદુરસ્ત જીવનશૈલી અપનાવો.

બચવાના ઉપાય

- સ્વસ્થ ખોરાક
- નિયમિત કસરત
- ધૂમ્રપાન કરવાનું ટાળો
- તણાવ ન લો

નોંધ: આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ વિશે વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ જરૂર લો. 

    follow whatsapp

    ADVERTISEMENT