Lok Sabha Elections 2024: મારી પાસે પૈસા નથી...નાણામંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

ADVERTISEMENT

Nirmala Sitharaman
'હું લોકસભાની ચૂંટણી નહીં લડું, ઉમેદવારો માટે પ્રચાર કરીશ'
social share
google news

Nirmala Sitharaman: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભાની ચૂંટણી લડવાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે. તેમણે આ પાછળનું કારણ જણાવતા કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે 'તે પ્રકારનું જરૂરી ફંડ' નથી. તેમણે કહ્યું કે ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો.

ચૂંટણી લડવા માટે પૈસા નથીઃ નાણામંત્રી

એક કાર્યક્રમ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે, "એક અઠવાડિયા કે દસ દિવસ સુધી વિચાર્યા પછી મેં જવાબ આપ્યો... કદાચ નહીં. મારી પાસે ચૂંટણી લડવા માટે એટલા પૈસા નથી, પછી તે આંધ્રપ્રદેશ હોય કે તમિલનાડુ. જીતવા લાયક અલગ-અલગ માપદંડોનો પણ પ્રશ્ન છે... શું તમે આ સમુદાયના છો કે તમે તે ધર્મના છો? શું ત્યાંના સ્થાનિક છો? મેં કહ્યું ના, મને નથી લાગતું કે હું આવું કરવામાં સક્ષમ છું."

આ પણ વાંચોઃ Breaking News: Arvind Kejriwal ને દિલ્હી હાઈકોર્ટમાંથી ન મળી રાહત, આગામી સુનાવણી 3 એપ્રિલે


ફંડ કેમ નથી તે જણાવ્યું

તેમણે કહ્યું કે, "હું ખૂબ આભારી છું કે તેઓએ મારી દલીલ સ્વીકારી... તેથી જ હું ચૂંટણી લડી રહી નથી." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રી પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ફંડ કેમ નથી? તો તેમણે કહ્યું કે ભારતનું કોન્સોલિડેટેડ ફંડ તેમનું અંગત ફંડ નથી. તેમણે કહ્યું, "મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છે"

આ પણ વાંચો

ADVERTISEMENT

 

આ પણ વાંચોઃ 'મેહાણી કાકાનો તો, કાંટો જ કાઢી નાખ્યો', પરેશ ધાનાણીએ કવિતા લખી ભાજપને આડે હાથ લીધી

 

ADVERTISEMENT

ઉમેદવારોનો કરીશ પ્રચારઃ સીતારમણ

સત્તાધારી ભાજપે 19 એપ્રિલથી શરૂ થનારી આગામી લોકસભાની ચૂંટણીમાં ઘણા વર્તમાન રાજ્યસભાના સભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે. સીતારમણ કર્ણાટકથી રાજ્યસભાના સભ્ય છે. નાણામંત્રીએ કહ્યું કે તેઓ અન્ય ઉમેદવારો માટે પ્રચાર કરશે. તેમણે કહ્યું, "હું ઘણા મીડિયા કાર્યક્રમોમાં ભાગ લઈશ અને ઉમેદવારોની સાથે જઈશ- જેમ કે આવતીકાલે હું રાજીવ ચંદ્રશેખર માટે પ્રચાર કરવા જઈશ. હું પ્રચાર અભિયાનમાં રહીશ."

ADVERTISEMENT

નાણામંત્રી પાસે આટલી છે સંપત્તિ

દેશની તિજોરીનો હિસાબ રાખતા નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાસે અન્ય કેબિનેટ મંત્રીઓની સરખામણીમાં ઘણી ઓછી સંપત્તિ છે. જ્યારે તેઓએ ચાર વર્ષ પહેલા (2020) તેમની સંપત્તિની વિગતો આપી હતી, ત્યારે તે બહાર આવ્યું હતું કે તેઓ મોદી કેબિનેટમાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રીઓમાંથી એક છે. તે સમયે તેમની પાસે લગભગ 1.34 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. તેમની પાસે 99.36 લાખનું ઘર છે. આ સિવાય તેમની પાસે લગભગ 16.02 લાખ રૂપિયાની બિનખેતીની જમીન પણ છે. નાણામંત્રી પાસે પોતાના નામે કોઈ કાર નથી. તેમની પાસે બજાજ ચેતક બ્રાંડનું જૂનું સ્કૂટર છે, જેની કિંમત તે સમયે લગભગ રૂ. 28,200 હતી. 
 

    follow whatsapp

    ADVERTISEMENT