Breaking News: Arvind Kejriwal ને દિલ્હી હાઈકોર્ટમાંથી ન મળી રાહત, આગામી સુનાવણી 3 એપ્રિલે

ADVERTISEMENT

Arvind Kejriwal Case
આગામી સુનાવણી 3 એપ્રિલે
social share
google news

Arvind Kejriwal Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલની ધરપકડ સામે EDને જવાબ દાખલ કરવા માટે 2 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 3 એપ્રિલે થશે. આ કેસની સુનાવણી આજે સવારે શરૂ થઈ હતી. લગભગ બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે ED એ અરવિંદ કેજરીવાલની તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. દિલ્હી કથિત દારૂ કૌભાંડમાં રૂઝ એવન્યુ કોર્ટે તેને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતા.

હવે 3 એપ્રિલે થશે સુનાવણી

જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે EDની ધરપકડ અને કસ્ટડીને પડકારતી કેજરીવાલની અરજી પર નોટિસ જારી કરી છે અને ED પાસેથી જવાબ માંગ્યો છે. એજન્સીએ 2 એપ્રિલ સુધીમાં વચગાળાની રાહત માટેની કેજરીવાલની અરજી પર પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. કોર્ટ હવે આ કેસની સુનાવણી 3 એપ્રિલે કરશે.

EDના વકીલે કહ્યું- પિટિશનની કોપી ગઈકાલે જ મળી હતી

ED માટે હાજર રહેલા એએસજી એસવી રાજુએ જણાવ્યું હતું કે તેમને ગઈકાલે જ પિટિશનની કોપી મળી છે અને તેમને અરજી તેમજ રિટ પિટિશનનો જવાબ આપવા માટે સમયની જરૂર છે. અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને તેમને તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT