'મેહાણી કાકાનો તો, કાંટો જ કાઢી નાખ્યો', પરેશ ધાનાણીએ કવિતા લખી ભાજપને આડે હાથ લીધી
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાય રહ્યો છે. હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામ્યું છે.
ADVERTISEMENT
Lok Sabha Election 2024: જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાય રહ્યો છે. હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામ્યું છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી સમયે પોતાના અનોખ અંદાજમાં જોવા મળ્યા છે અને ટ્વીટર પર કવિતા સ્વરૂપે ભાજપની મજાક ઉડાવી છે. ભાજપના ભરતી મેળા અને આંતરિક વિવાદ-વિરોધને ઘ્યાને લઈ ગુજરાત કોંગ્રેસમાં ગેલમાં આવી છે અને પરેશ ધાનાણીએ ભાજપ સામે ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે.
પરેશ ધાનાણીએ લખી કવિતા
પરેશ ધાનાણીએ ટ્વિટ કરી ચકચાર મચાવી દીધો છે. ‘શિસ્તબદ્ધ’ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં એક નહીં, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક ડખા જોવા મળી રહ્યા છે. આ કારણોસર પ્રદેશ નેતાગીરી ચિંતામાં મૂકાઇ છે. કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે અને નેતાઓના અસંતોષની આગ ઠારવાનું કામ પણ શરૂ કરી દીધું છે. હવે અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી એક કવિતા લખી ભાજપને આડે હાથ લીધી છે.
કવિતામાં શું ઉલ્લેખ કર્યો છે?
પરેશ પરેશ ધાનાણીએ કવિતામાં ભીખુસિંહ અને રંજનબેનનો પણ ઉલ્લેખ કર્યો છે. અઅ સિવાય કવિતામાં નારણભાઈ, ધડૂક, રૂપાણી, કેસી પટેલ સાથેના અન્યાયનો પણ ઉલ્લેખ છે. તેમણે ભારતીબેન શિયાળ અને નિતીન પટેલની સ્થિતિને પણ કટાક્ષ સાથે કવિતામાં વર્ણવી છે. કવિતા સાથે પરેશ ધાનાણીનું એ સ્ટેટમેન્ટ પર વાયરલ થઈ રહ્યું છે જેમાં તેમણે લખ્યું છે કે, ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન છે.
ADVERTISEMENT
ADVERTISEMENT