ખેડૂત આંદોલન મામલે કેન્દ્રએ સવાલ પુછતા પંજાબ સરકારે રોકડું પરખાવ્યુ
Farmer Protest News Live Update : પંજાબ સરકાર દ્વારા કેન્દ્રને મોકલવામાં આવેલા જવાબમાં હરિયાણા પોલીસ દ્વારા ખેડૂતો પર ટીયર ગેસના શેલ, રબર બુલેટ અને શારીરિક બળનો ઉપયોગ કરવાનો પણ ઉલ્લેખ છે.
ADVERTISEMENT
Farmer Protest News Live Update : પંજાબ સરકાર દ્વારા કેન્દ્રને મોકલવામાં આવેલા જવાબમાં હરિયાણા પોલીસ દ્વારા ખેડૂતો પર ટીયર ગેસના શેલ, રબર બુલેટ અને શારીરિક બળનો ઉપયોગ કરવાનો પણ ઉલ્લેખ છે. પંજાબ સરકારે કહ્યું છે કે, ખેડૂતો પ્રત્યે વધુ સહાનુભૂતિ દર્શાવવાની જરૂર છે.
કેન્દ્રએ પુછેલા સરકારનો ભગવંત માને આપ્યો જવાબ
ખેડૂતોને લઈને કેન્દ્ર સરકાર અને પંજાબની ભગવંત માન સરકાર આમને-સામને આવી ગઈ છે. પંજાબ સરકારે પત્ર લખીને કેન્દ્ર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ મોકલ્યો છે. આ પત્ર પંજાબના મુખ્ય સચિવે લખ્યો છે. પંજાબ સરકારે ગૃહ મંત્રાલય (MHA)ને મોકલેલા તેના જવાબમાં કહ્યું છે કે, તે કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે રાજ્ય સરકાર શંભુ અને ધાભી-ગુર્જન બોર્ડર પર લોકોને એકઠા થવાની મંજૂરી આપી રહી છે. મુખ્ય સચિવે પોતાના લેખિત જવાબમાં એમ પણ કહ્યું છે કે ખેડૂતો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા, પરંતુ આંદોલન પર પ્રતિબંધના કારણે તેઓ પંજાબ અને હરિયાણાની સરહદો પર અટવાઈ ગયા છે.
વાંચો : Gujarat Budget: અન્નદાતાઓને વીમા રક્ષણ, જાણો બજેટમાં ખેડૂતો,પશુપાલકો-માછીમારોને શું મળ્યું?
પંજાબ સરકાર જવાબદારી પુર્વક કાયદો વ્યવસ્થા જાળવી રહી છે
કેન્દ્રને મોકલવામાં આવેલા જવાબમાં હરિયાણા પોલીસ દ્વારા ખેડૂતો પર ટીયર ગેસના શેલ, રબર બુલેટ અને શારીરિક બળનો પણ ઉલ્લેખ છે. હરિયાણા પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બળનો ઉલ્લેખ કરતા પંજાબ સરકારે કહ્યું કે અત્યાર સુધીમાં 160 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ પછી પણ પંજાબ સરકારે જવાબદારીપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી છે. પંજાબ સરકારે કહ્યું છે કે ખેડૂતો પ્રત્યે વધુ સહાનુભૂતિ દર્શાવવાની જરૂર છે.
ADVERTISEMENT
‘ભાજપે ક્યારેય આદિવાસીઓેને નથી આવવા દીધા આગળ’, ચૈતર વસાવાના સપોર્ટમાં ઉતર્યા AAPના નેતાઓ
પંજાબ સરકારની ભુમિકા પર કેન્દ્ર સરકારે ઉઠાવ્યા હતા સવાલ
આ ઉપરાંત, તે પંજાબ સરકાર દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવેલી વાટાઘાટોમાં રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માનની ભૂમિકા વિશે પણ વાત કરે છે. કેન્દ્રને મોકલવામાં આવેલા જવાબ મુજબ, પંજાબના મુખ્યમંત્રી અત્યાર સુધી યોજાયેલી ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકમાં હાજર હતા. પંજાબના મુખ્ય સચિવે કહ્યું કે પંજાબ પોલીસ વતી ડીઆઈજી રેન્કના અધિકારીઓ અને પીપીએસ અધિકારીઓ સહિત 2000 પોલીસકર્મીઓ શાંતિ જાળવવા માટે સતત કામ કરી રહ્યા છે. સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. પંજાબ સરકારે એમ પણ કહ્યું છે કે જો જરૂર પડશે તો તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
ચૂંટણી આવી રહી છે! ખેડૂતોને યુરિયા તે જ કિંમતે મળશે, સરકાર સબસિડી મળતી રહેશે
ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને કડક સૂચના આપી છે
ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાનો વિષય છે. MHAએ કહ્યું હતું કે, એવું લાગે છે કે વિરોધની આડમાં, બદમાશો/કાયદો તોડનારાઓને પડોશી રાજ્યોમાં અશાંતિ અને અરાજકતા ફેલાવવાના સ્પષ્ટ ઈરાદા સાથે પથ્થરમારો કરવા, ભીડ એકઠી કરવા અને ભારે મશીનરીને સરહદ પર લઈ જવા માટે છૂટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
14 હજારથી વધારે લોકો બોર્ડર પર
આંતરિક અહેવાલો અનુસાર, લગભગ 14000 લોકોને રાજપુરા-અંબાલા રોડ પર શંભુ બોર્ડર પર લગભગ 1200 ટ્રેક્ટર-ટ્રોલીઓ, 300 કાર, 10 મિની-બસ અને અન્ય નાના વાહનો સાથે એકઠા થવાની મંજૂરી આપવામાં આવી હતી. તેવી જ રીતે, રાજ્ય સરકારે ધાબી-ગુજરાન બોર્ડર પર લગભગ 500 ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે લગભગ 4500 લોકોના વિશાળ મેળાવડાને મંજૂરી આપી હોવાના અહેવાલો બહાર આવ્યા હતા.
ADVERTISEMENT
બનાસકાંઠા થપ્પડકાંડ: ખેડૂતોની ન્યાય યાત્રાને હવે રાકેશ ટિકેતનું સમર્થન, 18મી ઓગસ્ટે આવશે ગાંધીનગર
ખેડૂતોને વિપક્ષનું સમર્થન મળ્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ખેડૂતોની માંગને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, સરકારે તેમની માંગણીઓ સ્વીકારવી જોઈએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં ઉલ્લેખ કરવા જઈ રહી છે કે MSP કાયદાકીય ગેરંટી છે. તે તમામ પાકો માટે આપી શકાતું નથી, પરંતુ તમામ આવશ્યક ચીજવસ્તુઓ માટે આપી શકાય છે.
આપ દ્વારા પણ ખેડૂતનું સમર્થન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોને ટેકો આપતા કહ્યું કે, તેઓ અમારા અન્ન પ્રદાતા છે. ખેડૂતો સૌથી વધુ મહેનત કરે છે, તેઓ દિવસ-રાત પરસેવો પાડે છે, શિયાળામાં, ઉનાળામાં અને વરસાદમાં, આપણા માટે ખોરાક ઉગાડવામાં. તેમણે કહ્યું છે કે ખેડૂતોને તેમના પાકની સંપૂર્ણ કિંમત મળવી જોઈએ. કેજરીવાલે પૂછ્યું કે આ બધું ખેડૂતે શા માટે કરવું પડે છે?
આંદોલન કરી રહેલા ખેડુત પણ દેશના નાગરિક છે: માન
પંજાબના આરોગ્ય મંત્રી બલબીર સિંહે કહ્યું છે કે રાજ્યની હોસ્પિટલો એલર્ટ પર રહેશે. તેમણે કહ્યું છે કે શંભુ બોર્ડર પાસેની તમામ હોસ્પિટલોમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી અપીલ છે કે શાંતિ જાળવી રાખો. તેણે હરિયાણા સરકાર પાસે ટીયર ગેસના શેલનો ઉપયોગ ન કરવાની માંગ કરતા કહ્યું છે કે આના કારણે ઘણા લોકોની આંખોની રોશની જશે.
ભાજપ નેતાની આત્મહત્યા, કહ્યું કોઇ નેતા કે પોલીસે મારી વાત ન સાંભળી મને ફસાવી છબી ખરાબ કરાઇ
પંજાબ-હરિયાણા બોર્ડર પર 13 ફેબ્રુઆરીથી ખેડૂતો ઉભા છે.
તમને જણાવી દઈએ કે, 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ શરૂ કરનારા હજારો ખેડૂતોને હરિયાણા બોર્ડર પર રોકી દેવામાં આવ્યા હતા. અહીં ખેડૂતો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ઘણા ખેડૂતો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ત્યારથી ખેડૂતો હરિયાણા-પંજાબની શંભુ અને ખનૌરી બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે હરિયાણા પોલીસે સરહદ પર બેરિકેડના અનેક સ્તરો બનાવ્યા છે. આમાં સિમેન્ટની બનેલી દિવાલોનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT