ભાજપ નેતાની આત્મહત્યા, કહ્યું કોઇ નેતા કે પોલીસે મારી વાત ન સાંભળી મને ફસાવી છબી ખરાબ કરાઇ

ADVERTISEMENT

BJP Leader Sucide case
BJP Leader Sucide case
social share
google news

મુરાદાબાદ : ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ભાજપ ખેડૂત મોર્ચાના જિલ્લા મંત્રી વીરસિંહ સૈનીએ શનિવારે રાત્રે ઝેરી પદાર્થ ખાઇ લીધો હતો. તેઓએ પહેલા ફેસબુક લાઇવ કર્યું હતું. તેમણે પોતાના વિવાદ અંગે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા લાલડાબાદ મંદિરમાં તેમને તથા તેમના પત્નીને ક્રુરતા પુર્વક માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોઇ મહિલા દ્વારા તેમના પર દુષ્કર્મનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. ઝેર ખાધા બાદ ભાજપ નેતાને મુરાદાબાદના આશિયાના કોલોની ખાતે ગુપ્તા નર્સિંગ હોમમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેઓની તબિયત સ્થિર છે.

ફેસબુક લાઇવમાં BJP એ કહ્યું કે,”કોઇ કેવી રીતે બદનામ કરે છે… ત્રણ દિવસ પહેલાની ઘટના છે. મારી સાથે લાડલાબાદ મંદિરમાં મારામારી કરવામાં આવી. પોલીસે મારી એક પણ વાત સાંભળી નહોતી. તેમણે એમ પણ કહ્યું કે, તમે બળાત્કાર કર્યો છે. તંત્ર પણ મારી એક પણ વાત સાંભળવા માટે તૈયાર નથી. પોલીસ પણ મારી વાત નથી સાંભળી રહી. તે બળાત્કાર કર્યો છે. તંત્ર મારી સાથે વાત કરવા તૈયાર નથી. મારી પાસે કોઇ ઓપ્શન નથી. પોલીસ સાથ આપવા તૈયાર નથી અને ખોટા કેસમાં ફસાવવાની પણ ધમકી આપી હતી.

વીરસિંહ સૈનીએ આગળ કહ્યું કે, જો મારુ મોત થઇ જાય ચે તો ત્યાર બાદ પણ લોકો ભાજપને મત જરૂર આપે. જો કે કોઇ ગરીબ સૈની સમાજનો વ્યક્તિ પાર્ટીમાં ન આવે. કારણ કે તેને પાર્ટીમાં સન્માન નહોતી મળી. હું આ કલંકને લઇને જીવીત નહી રહી શું. મારી સાથે ઇન્સાફ હોય. જો હું ગુનેગાર હોઉ તો મને ફાંસી આપો. જે પણ સજા હોય તે મને આપો. જો કે આ કલંક મને શોભશે નહી. ન તો હું જીવી શકું છું. જે લોકોએ મને માર્યો છે, તે જ લોકો મારા મોતનું કારણ હશે. હવે સહન નથી થઇ રહ્યું.હું સતત ડિપ્રેશનમાં હતો. કોઇનો પણ સપોર્ટ મળ્યો નથી. ખોટી રીતે ફસાવીને મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.”

ADVERTISEMENT

આ અંગે એસપી સંદીપ કુમાર મીણાએ હોસ્પિટલ પહોંચીને ઘટનાની માહિતી લીધી હતી. થાનાકાંઠ લાડલા બાદ મંદિરમાં મહાવીરસિંહ અને વીરસિંહ સૈની વચ્ચે કોઇ મામલે વિવાદ થયો હતો. ત્યાર બાદ મહાવીરસિંહે છેડછાડના સમાચાર આપ્યા હતા. તેણે મારપીટની પણ ફરિયાદ કરી હતી. પોલીસ ટીમ તરફથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આજે વીરસિંહ સૈનીએ મંદિર પર જઇને ઝેર ખાઇ લીધું હતું. હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેઓ હોશમાં છે.

    follow whatsapp

    ADVERTISEMENT