'શરત વગર માફી માંગીએ છીએ, ચૂક થઈ ગઈ...' પતંજલિની ભ્રામક જાહેરાતો પર SCમાં શું બોલ્યા બાબા રામદેવ?

ADVERTISEMENT

baba Ramdev
baba Ramdev
social share
google news

Baba Ramdev in Supreme Court: આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે, આ કેસમાં બંનેનું એફિડેવિટ ક્યાં રજૂ કરવામાં આવ્યું છે? તેના પર રામદેવના વકીલે કહ્યું કે, બંનેએ માફી માંગી લીધી છે અને બંને કોર્ટમાં હાજર છે.

તેના પર કોર્ટે કહ્યું કે, આ કોર્ટની કાર્યવાહી છે. આને હળવાશથી ન લઈ શકાય. અમે તમારી માફી સ્વીકારી શકતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 21 નવેમ્બરના કોર્ટના આદેશ છતાં રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિએ બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી. માત્ર માફી માંગવી પુરતી નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને પતંજલિની જાહેરાત છપાઈ રહી હતી.

આ પણ વાંચો: પ્રી-વેડિંગ શૂટ કરાવનાર યુગલોને સમુહલગ્નમાં સ્થાન નહીં, પાટણમાં પાટીદાર સમાજનો મોટો નિર્ણય

કોર્ટે કાઢી બાબા રામદેવની ઝાટકણી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારું મીડિયા વિભાગ તમારાથી અલગ નથી, તમે આવું કેમ કર્યું? તમને ગયા નવેમ્બરમાં ચેતવણી આપવામાં આવી હતી, છતાં તમે પ્રેસ કોન્ફરન્સ કરી. કોર્ટે કહ્યું કે, આ કેસમાં માત્ર એક એફિડેવિટ દાખલ કરવામાં આવી છે જ્યારે બે એફિડેવિટ દાખલ કરવી જોઈતી હતી.

ADVERTISEMENT

કોર્ટે કહ્યું કે, તમે કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે કર્યું? કોર્ટમાં બાંયધરી આપ્યા પછી પણ તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું. તમે પરિણામો માટે તૈયાર થાઓ. શું તમે કાયદામાં ફેરફાર અંગે મંત્રાલયનો સંપર્ક કર્યો હતો?

સુપ્રીમ કોર્ટે રામદેવને ફટકાર લગાવી

આના પર પતંજલિએ સ્વીકાર્યું કે, તેણે ભૂલ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે તમે કોર્ટના અવમાનનો જવાબ આપો. તેના પર રામદેવ વતી વકીલ બલબીર સિંહે કહ્યું કે અમારું માફીનામું તૈયાર છે. તો બેન્ચે પૂછ્યું કે આ રેકોર્ડમાં કેમ નથી. બલબીરે કહ્યું કે, તે તૈયાર છે પરંતુ અમે ઈચ્છતા હતા કે જરૂર પડવા પર તેમાં જરૂરી ફેરફારો કરવામાં આવે.

ADVERTISEMENT

બેન્ચે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી હોવા છતાં અખબારોમાં જાહેરાતો આપવામાં આવી રહી છે અને જાહેરાતોમાં તમારા અસીલ જોવામાં આવ્યા છે. તેના પર રામદેવના વકીલે કહ્યું કે, હું આ વર્તનથી શરમમાં છું. અમે સમજીએ છીએ કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. બેન્ચે કહ્યું કે દેશની દરેક કોર્ટનું સન્માન કરવું જોઈએ.

ADVERTISEMENT

આ પણ વાંચો: Ahmedabad: હવે બાળકોએ આકરા તાપમાં સ્કૂલે નહીં જવું પડે, AMCએ 425 શાળાઓનો સમય બદલ્યો

કોર્ટે કહ્યું કે, તમે અમારા આદેશના 24 કલાકની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી. આ જાહેરાત પ્રસિદ્ધ કરવાથી ખબર પડે છે કે કોર્ટ પ્રત્યે તમારી કેવી લાગણી છે. આના પર રામદેવના વકીલે કહ્યું કે, અમારાથી ભૂલ થઈ છે. અમે આનાથી મોં ફેરવી રહ્યા નથી કે છુપાવી રહ્યા નથી. અમે સ્વીકારીએ છીએ. અમે બિનશરતી માફી માંગીએ છીએ.

કોર્ટે પતંજલિ ઉત્પાદનોને પણ ફટકાર લગાવી છે

આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ પતંજલિના ઉત્પાદનોને ફટકાર લગાવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનુલ્લાહની બેન્ચે પણ અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ તેમની ટીકા કરી હતી. ગયા વર્ષે કોર્ટે કંપનીને જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. નવેમ્બર મહિનામાં જ કોર્ટે પતંજલિને કહ્યું હતું કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તપાસ બાદ કંપનીની તમામ પ્રોડક્ટ્સ પર 1-1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વાસ્તવમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પતંજલિ આયુર્વેદની જાહેરાતોને ભ્રામક ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો: 80 વર્ષનો દુલ્હો અને 34 વર્ષની દુલ્હનઃ સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, પછી કોર્ટમાં જઈને કરી લીધા લગ્ન

શું છે IMAનો આરોપ?

IMAનો આરોપ છે કે પતંજલિએ કોવિડ-19 રસીકરણ અંગે અભિયાન ચલાવ્યું હતું. તેના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્વારા કરવામાં આવતી ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવામાં આવે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિની ભ્રામક જાહેરાતને કારણે એલોપેથી દવાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

IMAએ કહ્યું હતું કે પતંજલિના દાવાઓની ચકાસણી કરવામાં આવી નથી અને તે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 જેવા કાયદાનું સીધું ઉલ્લંઘન છે. પતંજલિ આયુર્વેદે દાવો કર્યો હતો કે તેમના ઉત્પાદનો કોરોનિલ અને સ્વસારીથી કોરોનાની સારવાર કરી શકાય છે. આ દાવા પછી, આયુષ મંત્રાલય દ્વારા કંપનીને ઠપકો આપવામાં આવ્યો હતો અને તરત જ તેનું પ્રમોશન રોકવા માટે કહેવામાં આવ્યું હતું.


 

    follow whatsapp

    ADVERTISEMENT