Ahmedabad: હવે બાળકોએ આકરા તાપમાં સ્કૂલે નહીં જવું પડે, AMCએ 425 શાળાઓનો સમય બદલ્યો
Ahmedabad News: એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે. ત્યારે આ દિવસોમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત ગરમ ભઠ્ઠીમાં ફરેવાઈ ગયું છે. રાજ્યમાં સતત ગરમીનો પારો ઉપરને ઉપર જઈ રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમ પવનની સાથે રાતે પણ ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત ગરમ ભઠ્ઠીમાં ફરેવાઈ ગયું
દિવસની સાથે રાતે પણ ફૂંકાઈ રહ્યા છે ગરમ પવન
AMC સંચાલિત સ્કૂલોના સમયમાં કરાયો ફેરફાર
Ahmedabad News: એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે. ત્યારે આ દિવસોમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત ગરમ ભઠ્ઠીમાં ફરેવાઈ ગયું છે. રાજ્યમાં સતત ગરમીનો પારો ઉપરને ઉપર જઈ રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમ પવનની સાથે રાતે પણ ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે. તેમાં પણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં ગરમીએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે. આકરા તાપથી બચવા માટે અમદાવાદીઓ ઠંડું પાણી, લીંબુ પાણી, છાશ, શેરડીનો રસ જેવા પ્રવાહી પદાર્શોનું સેવન કરી રહ્યા છે.
કોર્પોરેશન સંચાલિત સ્કૂલોના સમયમાં ફેરફાર
એવામાં અમદાવાદમાં સતત વધી રહેલી ગરમીને ધ્ચાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શહેરમાં કોર્પોરેશન સંચાલિત 425 સ્કૂલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરની પાળીના સમયમાં ફેરફાર કરી સમય સવારનો કરવામાં આવ્યો છે. બપોરે 12 વાગ્યાથી ચાલતી સ્કૂલો હવે સવારે 7.10થી ચાલુ થશે.
સવારે 7.10થી શરૂ થશે સ્કૂલો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, શહેરમાં કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં જેમાં પૂરતી બેઠક વ્યવસ્થા હોય તેવી સ્કૂલો માટે આ પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે. સ્કૂલના સમયમાં ફેરફાર ગરમીના કારણે 1 અપ્રિલથી 5 મે સુધી કરવામાં આવ્યો છે. જેમાં સવાર અને બપોરની પાળીનો સમય સવારના 7.10થી 12 વાગ્યા સુધી રહેશે. જ્યારે શનિવારે સ્કૂલનો સમય 7.10થી 11.30 વાગ્યા સુધીનો રહેશે.
ADVERTISEMENT
ગરમી વધતા લેવાયો નિર્ણય
AMCની સ્કૂલના સમયમાં ફેરફાર કરતા પહેલા મદદનીશ શાસનાધિકારી પાસે મંજૂરી મેળવવાની રહેશે. સાથે જ સ્કૂલના સમયમાં ફેરફારની જાણ સ્કૂલના વ્યવસ્થાપન સમિટના સભ્યો અને વાલીઓનો કરવાની રહેશે. આ ઉપરાંત અમદાવાદ ટ્રાફિક પોલીસે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો પણ નિર્ણય લીધો છે.
100 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત લોકોને ગરમીથી રાહત આપવા માટે ભારે ટ્રાફિકવાળા સિગ્નલ પોઈન્ટ પર સમય ઓછો કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT