અમરેલીઃ તેલનું ટેન્કર પલ્ટી જતાં લોકો ડોલ, ડબ્બો જે મળ્યું તે લઈને ભરવા દોડ્યા- Video

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ અમરેલીમાં બગસર ધારી હાઈવે પર હામાપુર ગામ નજીક એક તેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. અકસ્માતને કારણે સર્જાયેલી આ ઘટનાને પગલે અહીંના લોકોને જાણે લોટરી લાગી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. લોકો હાંડી, ડબ્બો, ડોલ જે હાથમાં આવ્યું તેમાં ઢોળાયેલું તેલ ભરવા દોડી ગયા હતા. કારણ કે અકસ્માતને કારણે રસ્તા પર જાણે તેલની રેલમછેલ થઈ ગઈ હતી.

લોકોમાં તેલ લેવા દોડ લાગી
અમરેલીના બગસર ધારી હાઈવે પરના હામ્પુર ગામ પાસે જુનાગઢથી પીપાવાવ તરફ આજે એક ટેન્કર જઈ રહ્યું હતું. જે ટેન્કરમાં તેલ ભરેલું હતું. આ તેલનું ટેન્કર રસ્તા પર અકસ્માતને પગલે પલ્ટી ખાઈ જતા તેલની રેલમછેલ થઈ ગઈ હતી. હાલમાં સિંગતેલનો ભાવ આસમાને છે અને પાછું દિવાળી છે. જેને પગલે લોકોમાં આ તેલને ભરી લેવા માટે રીતસરની દોટ લાગી હતી. લોકો ડોલ, તપેલા, હાંડી, બરણી, ઘડા જે હાથમાં આવ્યું તેમાં તેલ ભરવા માટે રીતસર પડાપડી કરતા જોવા મળ્યા હતા.


થઈ ગયો ટ્રાફિક જામ
ટેન્કર પલ્ટી ખાઈ જતા અને રસ્તા પર તેલની રેલમછેલને કારણે લોકોની પડાપડી થવાને કારણે અહીં ટ્રાફિક જામ થઈ ગયો હતો. મહિલા પુરુષો સહિત બધા તેલ લેવા માટે દોડી ગયા હતા. ટેન્કર પલ્ટી ખાઈ જતાં સર્જાયેલી આ ઘટનાને પગલે લોકોમાં જાણે લોટરી લાગી ગઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો કારણ કે અહીં તેલ લેવા માટે તેઓ પોતાના બાઈક, ટ્રેક્ટર જેવા વાહનો લઈને આવી પહોંચ્યા હતા. આ ઘટનાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ હિરેન રવૈયા, અમરેલી)

    follow whatsapp

    ADVERTISEMENT