'ગમે તેટલા ગઠબંધન થાય 26એ 26 સીટ 5 લાખની લીડ સાથે...', AAP-કોંગ્રેસ પર CR પાટીલના આકરા પ્રહાર
AAP-Congress Alliance: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
લોકસભાની ચૂંટણી માટે AAP-કોંગ્રેસનું ગઠબંધન
ભાવનગર અને ભરૂચ સીટ પર કોંગ્રેસ ઉભા નહીં રાખે ઉમેદવાર
ગઠબંધન પર સી.આર પાટીલનું નિવેદન આવ્યું સામે
AAP-Congress Alliance: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ પર સમજૂતી થઈ છે. AAP અને કોંગ્રેસે પંજાબ, ગોવા, હરિયાણા, ગુજરાત અને ચંદીગઢમાં ચૂંટણી લડવા માટે સીટોનું વિભાજન કર્યું છે. ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી ભાવનગર અને ભરૂચ એમ બે બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉભા નહીં રાખવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠકો પરથી તેના ઉમેદવારો ઉભા કરશે.
બંનેએ ચૂંટણી પહેલા જ માની લીધી હારઃ સી.આર પાટીલ
આ જાહેરાત બાદ AAP અને કોંગ્રેસના ગઠબંધન પર એક પછી એક નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ કડીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચૂંટણી પહેલા જ હાર માની લીધી છે. 2 બેઠક પર લડવાની જાહેરાત કરી તેમણે હાર માની લીધી છે. અમે અમારી તાકાત પર ચૂંટણી લડીએ છીએ. ગઠબંધન થશે તો તેમનું નેતૃત્વ ખતમ થઈ જશે.
ADVERTISEMENT
વધુ વાંચો...લોકસભાની ચૂંટણીને લઈને AAP-કોંગ્રેસ વચ્ચે 5 રાજ્યો પર ગઠબંધન, ગુજરાતમાં ભરૂચ સીટ પરથી કોણ લડશે?
'વરસાદ સમયે દેખાતા દેડકા સમાન વિપક્ષ છે'
આ અંગે સી.આર પાટીલે કહ્યું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે, વરસાદ સમયે દેખાતા દેડકા સમાન વિપક્ષ છે. એટલે કે વરસાદ આવે ત્યારે દેડકા બહાર આવતા હોય છે. એવી જ રીતે ચૂંટણી સમયે AAP અને કોંગ્રેસના નેતાઓ દેખાવા લાગ્યા છે.
વધુ વાંચો...AAP-Congress Alliance: મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલના દાવાનું સૂરસૂરિયું, AAP-કોંગ્રેસની એક જ પસંદ ચૈતર વસાવા
ભાજપની જીત નિશ્ચિત છેઃ સી.આર પાટીલ
ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા સી.આર પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપની જીત નિશ્ચિત છે. ગમે તેટલા ગઠબંધન થાય ભાજપ તમામ 26 બેઠક જીતશે, ભાજપ તમામ 26 બેઠક પર પાંચ લાખની લીડથી જીતશે.
ADVERTISEMENT
ADVERTISEMENT