AAP-Congress Alliance: મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલના દાવાનું સૂરસૂરિયું, AAP-કોંગ્રેસની એક જ પસંદ ચૈતર વસાવા
AAP-Congress Alliance: લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. તમામ પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રણનીતિઓ બનાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ગુજરાતમાં AAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન
ફૈઝલ પટેલ અને મુમાતઝ પટેલનું સપનું તૂટ્યું
ભરૂચ અને ભાવનગર પર આપ લડશે ચૂંટણી
AAP-Congress Alliance: લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. તમામ પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રણનીતિઓ બનાવવામાં આવી રહી છે. એવામાં આજે લોકસભાની ચૂંટણી માટે સીટ શેરિંગને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને સીટોની વહેંચણી અંગે માહિતી આપી છે. ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. એવામાં હવે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલ અને દીકરી મુમાતઝ પટેલના દાવાનું સૂરસૂરિયું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
ફૈઝલ પટેલે ગઈકાલે જ કરી હતી પોસ્ટ
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ગઈકાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ લખ્યું હતું કે,'માનનીય રાહુલ ગાંધીજી, તમે મારી અને ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી. અમારી વાતનું સમર્થન કરીને મારું અને મારા ભરૂચ કોંગ્રેસના કાર્યકરોનું સન્માન વધાર્યું છે. હું તમને વચન આપું છું કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઊતરીશ.' ફૈઝલ પટેલની આ પોસ્ટ બાદ ફરી ચર્ચા ચાલુ થઈ ગઈ હતી કે ફૈઝલ પટેલને લોકસભાની ટિકિટ મળવાનું નક્કી થઈ ચુક્યું છે.
માનનીય શ્રી રાહુલ ગાંધીજી, તમે મારી અને ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી. અમારી વાતનું સમર્થન કરીને મારું અને મારા ભરૂચ કોંગ્રેસના કાર્યકરોનું સન્માન વધાર્યું છે. હું તમને વચન આપું છું કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઊતરીશ.@RahulGandhi @INCIndia @INC…
— Faisal Ahmed Patel (@mfaisalpatel) February 23, 2024
મુમતાઝ પટેલે પણ કર્યો હતો દાવો
તો મુમતાઝ પટેલે પણ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસે ટિકિટની માંગ કરી હતી. આ ઉપરાંત મુમતાઝ પટેલે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાનો અને જીતવાનો દાવો કર્યો હતો. એવામાં આજે અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાના સપના તૂટ્યું છે. કારણ કે ભરૂચ બેઠક પર AAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. કોંગ્રેસે અહેમદ પટેલની આ બેઠક આમ આદમી પાર્ટીને સોંપી છે.
ADVERTISEMENT
વધુ વાંચો...ભરૂચમાંથી ફૈઝલ પટેલને ટિકિટ ફાઇનલ! રાહુલ ગાંધીનો ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો
AAP જાહેર કરી ચૂકી છે ઉમેદવારોના નામ
આપને જણાવી દઈએ કે, ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી કોંગ્રેસ 24 અને આમ આદમી પાર્ટી 2 (ભરૂચ અને ભાવનગર) પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દ્વારા આ માટે ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી ચૂક્યા છે. આપએ ભરૂચ બેઠક પર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાનું નામ જાહેર કર્યું છે. એવામાં હવે સવાલ એ થાય છે કે, ભરૂચ બેઠક પર મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનું પત્તુ કપાતા હવે તેઓ શું કરશે.
ADVERTISEMENT