લોકસભાની ચૂંટણીને લઈને AAP-કોંગ્રેસ વચ્ચે 5 રાજ્યો પર ગઠબંધન, ગુજરાતમાં ભરૂચ સીટ પરથી કોણ લડશે?
AAP - Congress Lok Sabha Election: લોકસભાની ચૂંટણી માટે સીટ શેરિંગને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. જેની આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણકારી આપવામાં આવી છે.
ADVERTISEMENT
AAP - Congress Lok Sabha Election: લોકસભાની ચૂંટણી માટે સીટ શેરિંગને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. જેની આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણકારી આપવામાં આવી છે. જેમાં ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, ગોવા અને ગુજરાતમાં સીટ શેરિંગ પર ચર્ચા થઈ હતી. જ્યારે પંજાબમાં કોઈ ગઠબંધન થયું નથી.
આ પણ વાંચો: 'હું 10 લાખ રૂપિયા ક્યાંથી લાવું, આવી રીતે કોઈને હેરાન ન કરાય', વિરમગામના PSI હિતેન્દ્ર પટેલના ત્રાસથી યુવકનો આપઘાત
દિલ્હીમાં 4 અને 3 સીટની વહેંચણી
આમ આદમી પાર્ટી દિલ્હીની ચારેય બેઠકો, નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, ઉત્તર-પૂર્વ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી પોતાના ઉમેદવાર ઉતારશે. અગાઉ કોંગ્રેસને પૂર્વ દિલ્હીની બેઠક આપવામાં આવી હતી પરંતુ હવે કોંગ્રેસ ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડશે, જે રાજધાનીની એકમાત્ર SC આરક્ષણ સીટ છે.
આ પણ વાંચો: શિક્ષકના સ્વાંગમાં શૈતાન! ગુજરાતમાં 24 કલાકમાં 3 વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના કુકર્મની ઘટનાઓ સામે આવી
ગુજરાતમાં AAPને 2 સીટ મળી
આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસ 24 અને આમ આદમી પાર્ટી 2 સીટ પરથી ચૂંટણી લડશે. જેમાં ભરૂચ અને ભાવનગરની સીટ પરથી AAP લડશે. એટલે કે જે લાંબા સમયથી ભરૂચ બેઠકને લઈને અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ ચૂંટણી લડવાનો દાવો કરતા હતા તેના પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ગોવામાં બંને બેઠકો પર કોંગ્રેસ જ ચૂંટણી લડશે. આ સિવાય હરિયાણાની 10 બેઠકોમાંથી 9 પર કોંગ્રેસ અને કુરુક્ષેત્રની એક બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. તો ચંદીગઢમાં કોંગ્રેસ જ ચૂંટણી લડશે.
ADVERTISEMENT
AAP તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે, INDIA બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટ વહેંચણી અંગે ચર્ચા થઈ રહી છે. બે દિવસ પહેલા લખનૌમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.
ADVERTISEMENT