માવઠાની આગાહીની અસરઃ ભાવનગરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ 11મી સુધી બંધ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ભાવનગરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી 5મી માર્ચથી 11મી માર્ચ સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચિત્રામાં આવેલા મહારાજા કૃષ્ણકુરમારસિંહજી માર્કેટિંગ યાર્ડ આગામી રવિવારથી બંધ રહેશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જોકે આવો નિર્ણય કેમ કરવામાં આવ્યો છે તેનો જવાબ એવો છે કે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી માવઠાની આગાહીને ધ્યાને રાખીને યાર્ડ બંધ કરવાનું નક્કી કરાયું છે.

ભાવનગરમાં આવેલા ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતેના શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડને રવિવારથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રમાણે આગામી 5મી માર્ચથી 11મી માર્ચ સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે. તથા 12મી માર્ચના રવિવારથી જણસી ઉતારવા દેવામાં આવશે. હવામાન વિભાગની વરસાદની આગાહીને લઈને તેમજ તહેવાર છે તેથી મજુરો વતન જતા હોવાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

GUJARAT: સરકારી કર્મચારીઓને મળશે જુની પેંશન સ્કીમનો લાભ, સરકારે કરી અધિકારીક જાહેરાત

શું કહે છે અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે પોતાના વરતારા અંગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે, દક્ષિણ ગુજરાતમાં પણ હવળવું માવઠું થઈ શકે છે, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ વાતાવરણ પલટાય, છૂટા છવાયા છાંટા પડી શકે છે. સાથે જ માર્ચમાં 14 અને 15મીએ પણ વાતાવરણ પલટાશે. અવારનવાર માર્ચમાં વાદળો આવ્યા કરે તેમ છે. 23થી 25મી માર્ચે સમુદ્રમાં હલચલ વધી શકે છે. આ ઉપરાંત તેમણે ઉનાળો પણ એપ્રિલ 26મી પછી ગરમી વધશે અને મે મહિનામાં સાગરમાં ચક્રવાતોનું પ્રમાણ વધશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

માતર GIDC માં આવેલા ઓઇલ પેપરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, તમામ વસ્તુ બળીને થઈ ખાખ

વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગ શું કહે છે?
હવામાન વિભાગે હાલમાં કરેલી આગાહી પ્રમાણે આગામી 4 અને 5મી માર્ચે કચ્છમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જુનાગઢમાં ગાજવિજ સાથે પણ વરસાદ પડી શકે છે. દક્ષિણમાં દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ બલદાયેલા વાતાવરણ પાછળનું કારણ આપતા કહ્યું છે કે રાજસ્થાન પર સર્ક્યૂલેશનની અસરને કારણે આ વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગે આ ઉનાળો અત્યંત ગરમ રહેશે તેવી પણ વકી દર્શાવી છે. કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ્સ તૂટે તેવી ગરમી પણ પડે તેવું માનવામાં આવી રહ્યું છે. લગભગ માર્ચના શરૂઆતના દિવસોમાં જ 40 ડિગ્રી તાપમાન પહોંચી જાય તેવી સંભાવનાઓ છે.

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT