લાખો દાગીના-રૂપિયા ભરેલો થેલો મહિલા રિક્ષામાં ભૂલી ગઈઃ પછી પોલીસે કરી એવી રીતે મદદ કે તમે સલામ કરશો

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠા: બનાસકાંઠામાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં રિક્ષામાં લાખોની કિંમતના દાગીના અને પૈસા ભરેલું પર્સ ભૂલી જનારી સીનિયર સીટિઝન મહિલાને પોલીસે તમામ વસ્તુ પરત અપાવી હતી. જોકે પોલીસ માટે અહીં હાલના સમયમાં ઊભી કરવામાં આવેલી નેત્રમ કેમેરા અને ગુજકોપની મદદ ઘણી કામમાં આવી અને પોલીસે મહિલાના માથાની ચિંતાઓ ઘટાડી હતી.

INDvsAUS: ભારતે 3 દિવસમાં જીતી નાગપુર ટેસ્ટ, અશ્વિન-જાડેજા સામે ઓસ્ટ્રેલિયાના બેટરનું સરેન્ડર

પોલીસે રસ્તો શોધી કાઢ્યો
બનાસકાંઠાના પાલનપુર શહેરમાં પુર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિનીયર સીટીઝન મહિલા પોતાની દાગીના ભરેલ થેલી રિક્ષામાં ભુલી ગયા હતા. જોકે તેમને રિક્ષા ચાલક વિશેની કોઈ માહિતી માલુમ નહોતી એવામાં તેઓ મદદ માટે પોલીસ પાસે પહોંચ્યા હતા. એવામાં પોલીસે નેત્રમ કેમેરા તથા ઈ ગુજકોપ દ્વારા રિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો અને સીનીયર સીટીઝન મહિલાને સોનાના દાગીના પરત અપાવ્યા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

BREAKING NEWS: કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલમાં 3.7ની તીવ્રતા નોંધાઈ

મહિલાને મળી ત્વરિત મદદ
એકબાજુ પોલીસ પર લોકોની હેરાનગતિના ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે, ત્યારે પોલીસની સીનિયર સીટિઝન મહિલાને આ ત્વરિત મદદને પગલે મહિલાના માથાની ચિંતાઓ ઘટી હતી અને પોલીસના આ સ્વરૂપને જોઈ મહિલાએ પણ પોલીસની કામગીરીની ઘણી સરાહના કરી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT