'McDonald માં થશે બ્લાસ્ટ'ફોન આવતા જ પોલીસ વિભાગ થયું દોડતું, તપાસનો ધમધમાટ શરૂ

ADVERTISEMENT

Mumbai Police Threat Call
પોલીસ સહિત તપાસ એજન્સીઓમાં હડકંપ
social share
google news

Police Threat Call :  મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ પોલીસને ધમકીભર્યો ફોન આવ્યો છે, જેમાં ફોન કરનારે કહ્યું કે મેકડોનાલ્ડ્સમાં બ્લાસ્ટ થશે. આના પર મુંબઈ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ એક્ટિવ થઈ ગયા અને તપાસ શરૂ કરી. સાથે જ અન્ય તપાસ એજન્સીઓ પણ એક્ટિવ બની છે.

જાણો કોલ કરનાર શખ્સે શું કહ્યું?

મુંબઈ પોલીસે જણાવ્યું કે, પોલીસ કંટ્રોલ રૂમને રવિવારે સવારે એક કોલ આવ્યો. કોલ કરનારે કહ્યું કે તે આજે બસમાં મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે તેણે બે લોકોને મેકડોનાલ્ડ્સને ઉડાડવાની વાત કરતા સાંભળ્યા. તેણે પોલીસને કહ્યું કે આ લોકો કહી રહ્યા હતા કે મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા મેકડોનાલ્ડ્સમાં બ્લાસ્ટ થશે.

ભીડભાડવાળા વિસ્તારોમાં વધારાઈ સુરક્ષા 

કોલ બાદ કંટ્રોલ રૂમે તેની જાણ પોલીસ અધિકારીઓને કરી. જે બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને સઘન તપાસ કરી રહી છે. સાથે જ ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે, તપાસ દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ એજન્સીએ કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે.

ADVERTISEMENT

બે દિવસ પહેલા પણ મળી હતી ધમકી

તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા શુક્રવારે મુંબઈના શિવાજી પાર્કમાં જ્યાં પીએમ મોદીની રેલી યોજાઈ હતી ત્યાં બ્લાસ્ટની ધમકી મળી હતી. ફોન કરનારે કહ્યું હતું કે રેલી દરમિયાન જોરદાર વિસ્ફોટ થશે, પરંતુ જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે કંઈ મળ્યું ન હતું. પોલીસે કેસ નોંધીને કોલ કરનારની ધરપકડ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT