Gujarat Rain News: પંચમહાલ, નવસારી, ડાંગમાં ભરશિયાળે માવઠું, કપાસ, તુવેરના પાકને નુકસાનની ભીતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Rain News: હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં મંગળવારે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં નવસારી અને ડાંગ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. તો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટાથી ખેતરમાં ઊભા પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા.

પંચમહાલમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ

પંચમહાલ જિલ્લાના ઘોઘંતા તાલુકાના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપડા પડ્યા હતા. મોડી રાત્રે મૂળાની કાપડી, ગજાપુરા, કાંટુ સહિત દાહોદ જિલ્લાના છેવાડાના વાવ લવારીયા, કાકલપુર સહિતના ગામોમાં મોડી રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં દોડધામ મચી હતી. ઘાસચારો ખુલ્લામાં હોવાથી ખેડૂતોએ ઢાંકવા કર્યો પ્રયાસ પરંતુ કેટલોક ઘાસચારો પલળી ગયો. ખેતરમાં તુવેર, કપાસના પાક અને સૂકા ઘાસચારામાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. મોડી રાત્રે અને વહેલી સવારે ભારે ઝાપટા સાથે કમોસમી વરસાદ બાદ હાલ પણ વાદળછાયું વરસાદી વાતાવરણ છવાયું છે.

ADVERTISEMENT

ડાંગ-નવસારીમાં પણ વરસાદ

બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો. શિયાળામાં કમોસમી વરસાદને પગલે ઠંડીમાં વધારો થયો છે. નવસારીના બીલીમોરા શહેર અને ગિરિમથક સાપુતારામાં કમોસમી વરસાદ પડ્યો હતો.

(ઈનપુટ: જયેન્દ્ર ભોઈ- પંચમહાલ, રોનક જાની-નવસારી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT