Anand: કરમસદમાં ધો.12 બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસ, પરીક્ષા કેન્દ્રના 50 સભ્યોનો સ્ટાફ એકસાથે સસ્પેન્ડ

ADVERTISEMENT

Board Exam
Board Exam
social share
google news

Board Exam: ગુજરાતમાં હાલ ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં આણંદના કરમસદમાં આવેલા સરદાર પટેલ વિદ્યામંદિરના સેન્ટરમાં માસ કોપી કેસનો મામલો સામે આવ્યો છે. ધોરણ 12ની પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં કોઈ વ્યક્તિ બારીમાંથી જવાબ લખાવતી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ગાંધીનગર સુધી રજૂઆત કરતા શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: Anant-Radhika Pre-wedding: ચોરવાડમાં અંબાણી પરિવારનો ભોજન સમારોહ, અનંતે ગુજરાતીમાં કહ્યું- આશીર્વાદ આપજો

બારીમાંથી વ્યક્તિએ વિદ્યાર્થીઓને જવાબ લખાવ્યા

વિગતો મુજબ, આણંદ પાસેના કરમસદમાં આવેલા સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં ધો.12ની બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ભૂગોળનું પેપર હતું. પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી આ સેન્ટરની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં ક્લાસની બારી પાસે કોઈ વ્યક્તિ બહારથી વિદ્યાર્થીઓને જવાબ લખાવી રહ્યો હોવાનું જોવા મળ્યું. જોકે વિદ્યાર્થી પાસે જઈને બારીની બહાર જોતા જ આ વ્યક્તિ દોડીને ભાગી ગયો હતો.

આ પણ વાંચો: Semiconductor: સેમિકન્ડક્ટર શું છે અને ક્યાં-ક્યાં થાય છે તેનો ઉપયોગ? જાણો A to Z

પરીક્ષા કેન્દ્રનો આખો સ્ટાફ સસ્પેન્ડ 

માસ કોપી કેસની ઘટના સામે આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરતા પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામુહિક રીતે સસ્પેન્ડ કરી નાખ્યો છે. આજે પરીક્ષાના ત્રીજા દિવસે નવા સ્ટાફ સાથે પેપર શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા ગાંધીનગરથી શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયો હતો. 

ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાતની શાળાઓમાં પાન-મસાલા ખાતા શિક્ષકોની હવે ખેર નહીં, શિક્ષણ વિભાગે આપી કડક સૂચના

શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા

આ અંગે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પરીક્ષા કેન્દ્ર રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં જવાબદારોને છોડવામાં નહીં આવે. બાળકોના ભવિષ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય. 

    follow whatsapp

    ADVERTISEMENT