ગુજરાતની શાળાઓમાં પાન-મસાલા ખાતા શિક્ષકોની હવે ખેર નહીં, શિક્ષણ વિભાગે આપી કડક સૂચના

ADVERTISEMENT

 Gandhinagar News
શાળામાં પાન-મસાલા ખાતા શિક્ષકો ચેતી જજો!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો એક મહત્વનો નિર્ણય

point

શાળામાં પાન-મસાલા ખાતા શિક્ષકો સામે કરાશે કાર્યવાહી

point

તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને લખવામાં આવ્યા પત્રો

Gandhinagar News: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યની કોઈ શાળાઓમાં શિક્ષકો પાન મસાલા ખાતા ઝડપાશે તો તે શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. શાળામાં કોઈપણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ બાદ સ્કૂલ ઓફ કમિશનર કચેરી (COS) દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓે પત્ર લખવામાં આવ્યા છે. 


...તે શિક્ષણ જગત માટે ખરાબ બાબત

રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, બાળકો સ્કૂલમાં જીવન ઘડતરના પાઠના બદલે વ્યસનના પાઠ શીખીને જાય તે શિક્ષણ જગત માટે ખરાબ બાબત છે. જેથી હવેથી કોઈ પણ શિક્ષક ચાલુ ક્લાસે પાન-મસાલાનું સેવન કરતા પકડાશે તો તેમના વિરોધમાં ફોજદારી ગુનો નોંધાશે. 

'શિક્ષકો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે'

આ સાથે જ સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે કડક પગલા લેવામાં આવે, સાથે જ શાળાના અમુક અંતરે સિગારેટ-મસાલા જેવી વસ્તુઓનું વેચાણ ન થવું જોઈએ તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે.

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT