Anant-Radhika Pre-wedding: ચોરવાડમાં અંબાણી પરિવારનો ભોજન સમારોહ, અનંતે ગુજરાતીમાં કહ્યું- આશીર્વાદ આપજો
Anant Ambani and Radhika in Chorwad: જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ભવ્ય પ્રી-વેડિંગ સેરેમની બાદ અંબાણી પરિવાર હવે ધીરુભાઈના વતન ચોરવાડ પહોંચ્યો હતો.
ADVERTISEMENT
Anant Ambani and Radhika in Chorwad: જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ભવ્ય પ્રી-વેડિંગ સેરેમની બાદ અંબાણી પરિવાર હવે ધીરુભાઈના વતન ચોરવાડ પહોંચ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ જૂનાગઢના ચોરવાડ ખાતે ભોજન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત, રાધિકા અને કોકીલાબેન અંબાણીએ ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતની શાળાઓમાં પાન-મસાલા ખાતા શિક્ષકોની હવે ખેર નહીં, શિક્ષણ વિભાગે આપી કડક સૂચના
ચોરવાડમાં રાત્રિભોજન અને ડાયરાનું આયોજન
આ કાર્યક્રમમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને વેરાવળ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સાથે જોવા મળ્યા હતા. જેમાં જૂનાગઢ ગીર સોમનાથના અનેક આગેવાનો અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રખ્યાત લોકગાયકો કીર્તિદાન ગઢવી અને અલ્પા પટેલના ડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગામના લોકોએ હાજરી આપી હતી. તો શાહી રાત્રિભોજન રાખવામાં આવ્યું હતું જેમાં આખા ગામને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ઉમેદવારો આનંદો! PSI અને LRDની 12472 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, જાણો ક્યાંથી કરી શકાશે અરજી
'હું ઈચ્છું છું ચોરવાડથી મારા દાદા જેવા 10 લોકો આગળ આવે'
અનંત અંબાણી અને રાધિકાની સાથે પહેલીવાર ચોરવાડ પહોંચેલા દાદી કોકિલા બહેને કહ્યું, "બધા જમ્યા પછી જજો." જ્યારે અનંત અંબાણીએ કહ્યું, "ચોરવાડ મારા દાદાનું જન્મસ્થળ છે અને હું ઈચ્છું છું કે મારા દાદા જેવા દસ લોકો અહીંથી આગળ આવે અને ચોરવાડને ગૌરવ અપાવે."
ADVERTISEMENT
અગાઉ જામનગરમાં યોજાયો હતો પ્રી-વેડિંગ સમારોહ
નોંધનીય છે કે, અગાઉ જામનગરમાં 3 દિવસ માટે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશમાંથી અનેક બિઝનેસમેન, કલાકારો તથા VVIP મહેમાનો પહોંચ્યા હતા. આ બાદ રિલાયન્સના કર્મચારીઓ માટે પણ જલસા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ચોરવાડના ગ્રામજનો માટે પણ અંબાણી પરિવારે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT
ADVERTISEMENT