ભુપેન્દ્ર પટેલની ઓફીસથી જવાબ મળ્યો ત્યાં સુધી પ્રાંત અધિકારી કચેરીના ક્લાર્કે દુનિયા છોડી દીધી- રહસ્ય શું?
મહીસાગરઃ મહીસાગરના જિલ્લાના કડાણા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા એક ક્લાર્ક કર્મચારીએ મુખ્યમંત્રી ઓફીસને પત્ર લખી ઉપલા અધિકારીઓ હેરાન કરતા હોવાના મામલે રજૂઆત કરી ન્યાય…
ADVERTISEMENT
મહીસાગરઃ મહીસાગરના જિલ્લાના કડાણા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા એક ક્લાર્ક કર્મચારીએ મુખ્યમંત્રી ઓફીસને પત્ર લખી ઉપલા અધિકારીઓ હેરાન કરતા હોવાના મામલે રજૂઆત કરી ન્યાય માગ્યો હતો. તેમણે 21મી જાન્યુઆરીએ ન્યાય માગ્યો હતો અને ગત 29 જાન્યુઆરીએ તેમનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. જોકે હવે મુખ્યમંત્રી ઓફીસ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે, કે કાર્યવાહી કરવામાં આવે. જોકે હવે તેઓએ આ દુનિયાને અલવિદા કરી દીધી છે.
ગુજરાત પોલીસની આ તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલઃ ફોટો પાછળની કહાનીએ લોકોનું દીલ જીત્યું
અરજીમાં કયા અધિકારી પર આરોપ
મહીસાગરમાં ઉપલા અધિકારીઓ હેરાન કરતા હોવાની રજૂઆત બાદ કડામા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું રહસ્યમય મોત થતા ચકચાર મચી ગઈ હતી. ગત જાન્યુઆરી મહિનામાં 21 જાન્યુઆરીએ મુખ્યમંત્રી કાર્યાલયમાં ન્યાય માટે માગ કરી હતી. 29 જાન્યુઆરીએ અરજદારનું રહસ્યમય મોત થતા સવાલો ઊભા થયા છે. અરજીમાં સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ અને પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભાવનગરમાં કોરોનાના 3 પોઝિટિવના કેસઃ એક યુવાન, મહિલા અને આઘેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અધિકારીઓ કારણ વિના નોટિસો આપતા હોવાના આરોપ
પ્રાંત અધિકારી કારણ વિનાની નોટિસો આપવા સહિત જાતિ વાચક અપશબ્દો બોલતા હોવાનો અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો હતો. તપાસમાં કર્ચમારીના મોત અંગે પણ રહસ્ય ઘેરાતું દેખાયું હતું. મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર સામે પણ આ ક્લાર્ક અલ્પેશ પુનમચંદ માળી (ઉંવ. 42)ના મોતને કારણે સવાલો ઊભા થઈ રહ્યા છે.
ADVERTISEMENT
GUJARAT MLA Cricket League ની જાહેરાત: રાજકીય રમત બાદ હવે ક્રિકેટમાં પણ હાથ અમજાવશે ધારાસભ્યો
કોણ છે આ ક્લાર્ક
અમદાવાદના મૂળ રહેવાસી અલ્પેશભાઈ બાલાસિનોરમાં રહેતા હતા. તેઓ ગત 29 જાન્યુઆરીએ સાંજે પોતાનાના રહેમાંક મકાનમાં અગમ્ય કારણોસર મૃત હાલતાં મળી આવ્યા હતા. આ ઘટનાની તપાસ પીએસઆઈ સી કે સિસોદિયા જેતે સમયથી ચલાવી રહ્યા છે. જે પછી હવે જ્યારે આ મામલો ચકચારી બન્યો છે ત્યારે હવે આ અંગે ઉંડાણમાં તપાસ થાય તેવી માગ ઉઠી રહી છે.
(ઈનપુટઃ વીરેન જોશી, મહીસાગર)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT