સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે પાવાગઢમાં મહાકાળીના દરબારમાં પહોંચીઃ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરાઃ ગુજરાતી સિંગર કિંજલ દવેની 5 વર્ષ ચાલેલી સગાઈ તૂટી ગયાના અહેવાલો સામે આવ્યા પછી હવે જાણે કિંજલ આ દુઃખમાંથી બહાર આવી ચુકી હોય તે પ્રમાણેનું તેની પહેલી પોસ્ટ પરથી જણાઈ આવતું હતું. તો આજે ગુરુવારે તે પોતાના કામ અર્થે પાવાગઢના મહાકાળી માતાજીના દરબારે માથુ ટેકવા પહોંચી હતી. દરમિયાન કિંજલ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળી હતી. આપને જણાવી દઈએ કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ સાટા લગ્નના રિવાજ હેઠળ થઈ હતી. જોકે સગાઈ તૂટવાનું કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી પરંતુ ચર્ચાઓનું માનીએ તો પવનની બહેન સાથેના કિંજલના ભાઈના સગાઈના સંબંધ તૂટતા હવે કિંજલની પણ સગાઈ તૂટી છે.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની ‘નાયરા’ હોસ્પિટલમાં એડમિટ, આ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે

સાટા લગ્ન પ્રથાથી માત્ર કિંજલ જ નહીં ઘણી દીકરીઓના ઘર તૂટ્યા
સાટા લગ્નનો અર્થ સામ-સામે લગ્ન મતલબ કે કિંજલની જે પવન સાથે સગાઈ થઈ હતી તે પવન જોશીની જ બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે કરવાના. આમ બંને પક્ષે બહેનો વળાવાય છે. જોકે આ સગાઈના દૌર વચ્ચે કિંજલની થવા જનારી નણંદ કે જે હવે નહીં થાય તેણે અન્ય કોઈ વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા અને જેના કારણે કિંજલના ભાઈ આકાશના સંબંધો પુરા થતા હતા. જેથી હવે કિંજલના પણ સંબંધોનો અંત આણવાનો થયો હતો. ઉલ્લેખનીય છે કે આ સાટા લગ્નની પ્રથાને કારણે માત્ર કિંજલ જ નહીં પરંતુ ઘણા પરિવારોમાં મુશ્કેલીઓ પણ આવી છે તો ઘણા પરિવારોમાં સંબંધો પણ તૂટ્યા છે તે એક કડવું સત્ય છે.

દાહોદના જિલ્લા શિક્ષણાધિકારીને સરકારી પગાર પણ ઓછો પડ્યો! રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા

કિંજલ દવે પાવાગઢ કેમ આવી?
કિંજલ દવેએ આજે પાવગઢ ખાતે મહાકાળી માતાજીના સામે શીશ ઝુકાવ્યું હતું. તેણે આ અંગે કહ્યું કે તે ગુજરાત ટુરિઝમ સાથે મળીને એક ડોક્યુમેન્ટ્રીના શૂટિંગ માટે પાવાગઢ આવી હતી અને તેના કારણે તે માતાજીના મંદિરે દર્શન માટે આવી શકી તે તેનું સૌભાગ્ય છે. તેણે કહ્યું કે, મારા માટે અહીં દર્શન કરવાની તક મળવી એ અહોભાગ્ય છે. માતાજીના આશિર્વાદ મળ્યા અને ધન્યતા અનુભવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કિંજલની સગાઈ તૂટ્યા પછીની પહેલી પોસ્ટ પર યુઝર્સે શું આપ્યા પ્રતિભાવ
કિંજલે આ સગાઈ તૂટ્યા પછી સોશ્યલ મીડિયા પરથી પવન સાથેના તમામ ફોટોઝ દૂર કરી દીધા હતા. હાલમાં જ તેણે સગાઈ તૂટ્યાા પછી પહેલી પોસ્ટ સોશ્યલ મીડિયા પર કરી છે જેમાં તેણે લખ્યું છે કે, જીંદગી તમને જ્યાં પણ રોપે, ખીલો આકર્ષક રીતે, સુભ સવાર. જેના પર ઘણા યુઝર્સના રિએક્શન્સ પણ આવ્યા હતા. જેમાં એક યુઝરે લખ્યું કે જીંદગી છે, ચાલે છે, થાય છે, સક્ષમ બનો. એક યુઝરે લખ્યું કે દરેક સફળ વ્યક્તિની દુખદ કહાની હોય છે, દરેક દુખદ કહાનીના અંતે સફળતા છે. દુખને સ્વિકાર કરી લો અને સફળતા માટે તૈયાર થઈ જાઓ.

(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT