દાહોદના જિલ્લા શિક્ષણાધિકારીને સરકારી પગાર પણ ઓછો પડ્યો! રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: રાજ્યમાં રોજે રોજ લાંચિયા સરકારી બાબુઓની પોલ ખુલી રહી છે. નડીયાદમાં ફોરેસ્ટ અધિકારી બાદ હવે દાહોદમાં જિલ્લા શિક્ષણાધિકારી પોતે લાંચ લેતા ACBના સકંજામાં ઝડપાઈ ગયા છે. શિક્ષણાધિકારીએ શિક્ષક પાસે NOCમાં સહી કરવા માટે રૂ.10 હજારની માગણી કરી હતી. જોકે શિક્ષકે આ માટે ACBને જાણ કરી દેતા છટકુ ગોઠવીને અધિકારીને ઝડપી લેવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી પોતે જ લાંચ લેવા ઝડપાતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

શિક્ષક પાસે કરી હતી લાંચની માગણી
આજે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલી શિક્ષણાધિકારીની કચેરીમાં ગોધરા અને દાહોદ ACBની ટીમે ઓચિંતા દરોડો પાડયો હતો. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી જ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જોકે શરૂઆતમાં તો અધિકારીએ ACBની ટીમ સાથે ગેરવર્તણૂક કરી પરંતુ કાર્ડ બતાવતા જ તેમની શાન ઠેકાણે આવી ગઈ હતી. ACB ની ટીમ દાહોદ જિલ્લા શિક્ષણાધીકારીને વધુ પૂછપરછ કરવા ACBની કચેરી ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ACBને બતાવ્યો સરકાર કારનો રૌફ
સમગ્ર કાર્યવાહીના વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જિલ્લાશિક્ષણાધિકારી ACBની ટ્રેપમાં પકડાયા બાદ પોતાની સરકારી કારમાં જવાની વાત કરે છે, પરંતુ ACB અધિકારી તેમને ચોખ્ખું કહી દે છે કે, હવે બધું પૂરું થઈ ગયું, હવે તમારે કંઈ યુઝ કરવાની જરૂર નથી. એકબાજુ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, એવામાં શિક્ષણાધિકારી જ લાંચ લેતા પકડાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT