Police Recruitment: પોલીસ ભરતીના ઉમેદવારો માટે હેલ્પલાઈન નંબર શરૂ, અહીંથી મળશે તમામ સમસ્યાનું સમાધાન

ADVERTISEMENT

Police Recruitment
કઈ કઈ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી?
social share
google news

Police Recruitment 2024: પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારને જાણવાનું કે હાલ પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. આ વચ્ચે ઓનલાઈન અરજીને લઈ ઉમેદવારને કોઈ મુશ્કેલી સર્જાય છે કે પછી ઉમેદવારોની બીજી કોઈ મૂંઝવણ છે તો તેના સમાધાન માટે પોલીસ ભરતીને લઈ હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. આવતી કાલથી એટલે કે સોમવારથી ઉમેદવારો નંબર પર ભરતીને લઈ તમામ જરૂરી માહિતી મેળવી શકશે. રજાના દિવસ સિવાય હેલ્પલાઈન નંબર પર માહિતી મળી રહેશે. હેલ્પલાઈન માટે ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા છે. 8160880331 અને 8160853877 હેલ્પલાઈન નંબર તેમજ 8160809253 હેલ્પલાઈન નંબર પર પણ માહિતી મેળવી શકાશે.

Police Recruitment: પોલીસ ભરતીની પરીક્ષાની તારીખને લઈ હસમુખ પટેલની જાહેરાત

અત્યાર સુધીમાં એક લાખથી વધુ અરજી થઈ

તારીખ 4 એપ્રિલથી 30 એપ્રિલ 2024 ઓનલાઈન અરજી પ્રક્રિયા માટે સમય આપવામાં આવ્યો છે. જેમાં ચાર દિવસમાં 1 લાખ 8 હજારથી વધુ અરજીઓ પોલીસ બોર્ડને મળી છે, જેમાંથી 80 હજાર અરજી કન્ફર્મ કરવામાં આવી છે. ઉપરાંત  હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. જે પરીક્ષા ઓફલાઈન લેવાશે. 

વિગતો GPRB_202324_1.pdf (gujarat.gov.in) પરથી મળશે.

ઉમેદવારોની ફિઝિકલ અને લેખિત પરીક્ષા 

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે.  ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.

ADVERTISEMENT

આ પણ વાંચો:-  PSI અને LRDની 12472 જગ્યાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ, જાણો ક્યાંથી કરી શકાશે અરજી

કઈ કઈ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી?

    follow whatsapp

    ADVERTISEMENT