Police Recruitment: પોલીસ ભરતીની પરીક્ષાની તારીખને લઈ હસમુખ પટેલની જાહેરાત, જુઓ કેવો રહેશે કાર્યક્રમ!

ADVERTISEMENT

Police Recruitment 2024
ઉમેદવારોની મૂંઝવણનું સમાધાન
social share
google news

Police Recruitment 2024: ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. આજથી પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે. આ સિવાય કેટલાક તૈયારી કરનારા ઉમેદવરોના મનમાં ચાલી રહેલા પ્રશ્નોના જવાબ ખુદ હસમુખ પટેલે વીડિયો મારફતે આપ્યા છે. એવામાં સવાલોમાં સૌથી સામાન્ય ઉમેદવારોનો પ્રશ્ન હતો કે પરીક્ષાનું આયોજન ક્યારે કરવામાં આવશે અને પ્રવેશ પ્રક્રિયા ક્યારે સમાપ્ત થશે? તો આ પ્રકારના દરેક પ્રશ્નોના જવાબને વીડિયો મારફતે પરીક્ષા બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવેલ છે. 

ઉમેદવારોની મૂંઝવણનું સમાધાન!


 

વિગતો GPRB_202324_1.pdf (gujarat.gov.in) પરથી મળશે.

ઉમેદવારોની ફિઝિકલ અને લેખિત પરીક્ષા 

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે.  ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.

આ પણ વાંચો:-  PSI અને LRDની 12472 જગ્યાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ, જાણો ક્યાંથી કરી શકાશે અરજી

 
કઈ કઈ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT