Police Recruitment 2024: PSI અને LRDની 12472 જગ્યાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ, જાણો ક્યાંથી કરી શકાશે અરજી

ADVERTISEMENT

Police Recruitment 2024
Police Recruitment 2024
social share
google news

Police Recruitment 2024: ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત ભરતી અંગેની વિસ્તૃત જાણકારી પણ ઓજસ વેબસાઈટ પરથી જોઈ શકાશે. ફોર્મ ભરવાનો સમય બપોરે 3 વાગ્યાથી શરૂ થઈને અને 30 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. પરીક્ષાના ફોર્મ ભરવાની વધુ વિગતો GPRB_202324_1.pdf (gujarat.gov.in) પરથી મળશે.

ફોર્મ ભરવા માટે કેટલી ફી?

જનરલ કેટેગરીના ઉમેદવારે PSI ભરતી કેડર માટ રૂ.100, લોકરક્ષક કેડર માટે રૂ.100ની ફી રાખવામાં આવી છે. બંને ફોર્મ ભરવા માંગતા ઉમેદવારે રૂ.200 ફી ભરવાની રહેશે. જ્યારે SC, ST, તથા EWS કેટેગરી સહિતના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેશે નહીં. આ ફી માત્ર ઓનલાઈન ભરી શકાશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 7મે રાત્રે 23.59 કલાક સુધીની રહેશે.

ઉમેદવારોની ફિઝિકલ અને લેખિત પરીક્ષા 

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે.  ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કઈ કઈ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી?

    follow whatsapp

    ADVERTISEMENT