ગણેશ ગોંડલ કેસના ફરિયાદી સંજય અને રાજુ સોલંકી સહિત ચારની અટકાયત, પોલીસે આપ્યું કાર્યવાહીનું કારણ

ADVERTISEMENT

Raju Solanki GUJCTOC
રાજુ સોલંકીની ગૈંગ વિરૂદ્ધ કાર્યવાહી
social share
google news

Raju Solanki GUJCTOC : ગુજરાતમાં હાલ ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના દલિત સમાજના યુવક સંજય સોલંકીને મારવાનો કેસ ચર્ચામાં છે. આ કેસમાં ગણેશ જાડેજા જેલમાં બંધ છે. ત્યારે હવે જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સંજય સોલંકી અને તેના પિતા દલિત આગેવાન રાજુ સોલંકીની ગેંગ વિરૂદ્ધ ગુનાહિત ઇતિહાસ આધારે ગુજસીટોક (GUJCTOC)નો ગુનો દાખલ કરાયો છે. રાજુ સોલંકી, સંજય સોલંકી સહિત કુલ 5 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. રાજુ સોલંકી સહિત ચાર આરોપીને રાઉન્ડ અપ કરાયા છે.

 

રાજુ સોલંકી સહિત ચારની અટકાયત કરાઈ

પોલીસના જણાવ્યા અનુસાર, રાજુ સોલંકી સહિત કુલ 5 લોકો વિરૂદ્ધ GUJCTOC ગુનો દાખલ કરાયો છે. જેમાંથી રાજુ સોલંકી સહિત ચારને રાઉન્ડ અપ કરાયા છે. પ્રદીપ ટૉકીઝ ખાડિયા વિસ્તારમાંથી આરોપીઓને પકડવામાં આવતા અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરનાર તત્વોમાં ફફડાટ મચી ગયો છે. ખૂનની કોશિશ, ધાક ધમકી, ચોરી, લૂંટ સહિતના ગુના બાબતે કાર્યવાહી કરાઈ છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ VIDEO: 'મને પૈસાની...', ધરપકડ બાદ રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજા અંગે જુઓ શું કહ્યું

કોની કોની સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો?

પોલીસના અનુસાર, રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી, પુત્ર દેવ સોલંકી, ભાણેજ યોગેશ બગડા અને ભાઈ જયેશ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો છે. જયેશ સોલંકી પૂર્વેથી હત્યાની કોશિશના કલમ 307ના ગુના હેઠળ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ સિવાય ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. રાજુ સોલંકી વિરૂદ્ધ અલગ અલગ 12 ગુના દાખલ છે. જયેશ બગડા સામે 9 ગુના, દેવ સોલંકી સામે 2 ગુના, યોગેશ 3 ગુના અને સંજુ સોલંકી વિરુદ્ધ પણ 6 ગુના દાખલ છે. એક જ પરિવારના સભ્યો છે. આ તમામ સંગઠીત ટોળકી બનાવીને ગુનાહિત પ્રવૃતિઓ કરતા હતા.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT