VIDEO: 'મને પૈસાની...', ધરપકડ બાદ રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજા અંગે જુઓ શું કહ્યું

ADVERTISEMENT

રાજુ સોલંકીનું જયરાજસિંહ અંગે નિવેદન
raju solanki and jayrajsinh jadeja
social share
google news

Raju Solanki GUJCTOC : ગુજરાતમાં હાલ ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના દલિત સમાજના યુવક સંજય સોલંકીને મારવાનો કેસ ચર્ચામાં છે. આ કેસમાં ગણેશ જાડેજા જેલમાં બંધ છે. ત્યારે હવે જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. દલિત આગેવાન રાજુ સોલંકીની ગેંગ વિરૂદ્ધ ગુનાહિત ઇતિહાસ આધારે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC)નો ગુનો દાખલ કરાયો છે. રાજુ સોલંકી, રાજુ સોલંકીના પુત્ર સંજય (ચંદુ) સોલંકી, પુત્ર દેવ સોલંકી, ભાણેજ યોગેશ બગડા અને ભાઈ જયેશ (જવો) સોલંકી વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો છે. આમ, કુલ પાંચ વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. જેમાંથી ચારની ધરપકડ કરાઈ છે અને અન્ય એક હત્યાના પ્રયાસના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે હવે ધરપકડ બાદ રાજુ સોલંકીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. સમાધાન કરવા માટે પૈસાની ઓફર આપી હોવાની વાત રાજુ સોલંકીએ મીડિયા સમક્ષ કરી છે. 

ધરપકડ બાદ રાજુ સોલંકીએ શું કહ્યું?

ધરપકડ બાદ રાજુ સોલંકીએ પોલીસ અને જયરાજસિંહ પર કેટલાક આરોપ લગાવ્યા છે. રાજુ સોલંકીએ કહ્યું કે, મને ચાર-પાંચ વખત સમાધાનનું કહ્યું હતું. મેં સમાધાન ન કર્યું એટલે મને GUJCTOCમાં ફસાવવામાં આવ્યો છે.  મને પૈસાની ઓફર કરી હતી અને પોલીસે પાસાની ધમકી આપી હતી. મને અને મારા દીકરાઓને ખોટી રીતેના હેરાનમાં કરવામાં આવી રહ્યા છે. અમે ગોંડલના પીડિતો છીએ અને આવી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. મને અને મારા બંને દિકરાઓને પકડ્યા છે. હું ગોંડલ ગણેશ જયરાજસિંહ સામે લડાઈ લડું છું તે બાબતમાં પકડ્યા છે. જયરાજસિંહ પાસેથી કદાચ પૈસા લીધા હોય તેવું લાગી રહ્યું છે. 

ચાર આરોપીની કરાઈ અટકાયત : પોલીસના જણાવ્યા અનુસાર, રાજુ બાવજીભાઈ સોલંકીના ભાઈ જયેશ ઉર્ફે જવો સોલંકી હત્યાની કોશિશના ગુના હેઠળ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જ્યારે અન્ય ચારની હાલ અટકાયત કરાઈ છે. ખૂનની કોશિશ, ધાક ધમકી, ચોરી, લૂંટ સહિતના ગુના બાબતે કાર્યવાહી કરાઈ છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ADVERTISEMENT

કોના વિરૂદ્ધ કેટલા ગુના? : પોલીસના જણાવ્યા અનુસાર, રાજુ સોલંકી વિરૂદ્ધ અલગ અલગ 12 ગુના દાખલ છે. જયેશ બગડા સામે 9 ગુના, દેવ સોલંકી સામે 2 ગુના, યોગેશ 3 ગુના અને સંજુ સોલંકી વિરુદ્ધ પણ 6 ગુના દાખલ છે. એક જ પરિવારના સભ્યો છે. આ તમામ સંગઠીત ટોળકી બનાવીને ગુનાહિત પ્રવૃતિઓ કરતા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

શું છે GUJCTOC કાયદો અને કોની સામે ગુનો લાગી શકે?

ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-2015ની કેટલીક જાણવા જેવી બાબતો આ મુજબ છે.

- ખૂન, આર્મ્સ એક્ટ, વિસ્ફોટક નિયંત્રણ ધારાભંગ, લૂંટ, ચોરી, રાયોટિંગ, છેડતી, ધમકી, જીવલેણ હુમલા, ખંડણી,જમીન પચાવી પાડવી, સોપારી આપવી અને આર્થિક  ગુના.
- નાણાંકીય લાભ માટે અથવા કોઇ પણ સ્વરૂપે સંગઠિત રૂપે મોટા પ્રમાણમાં લોકોને છેતરવાનો હેતુ, પોન્ઝિ સ્કિમ, મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કિમ.
- ગંભીર પરિણામો વાળા સાયબર ગુના
- મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા, વેશ્યાવૃત્તિ, માનવ તસ્કરી કૌભાંડ સહિતની પ્રવૃત્તિઓ.
- છેલ્લા 10 વર્ષની મુદતની અંદર એક કરતાં વધુ તહોમતનામા કોર્ટમાં  ફાઇલ કરવામાં આવ્યા હોય, કોર્ટે ન્યાયિક નોંધ લીધી હોય, સિન્ડિકેટ કે સંયુક્ત રીતે વારંવાર કર્યા હોય.
- પાંચ વર્ષથી માંડીને આજીવન કેદ (મોટાભાગના કિસ્સામાં) કે મૃત્યુ દંડ અને રૂ.5 લાખની ઓછો દંડ નહીં.
- ગુનો નોંધતા પહેલાં આઇજીપી કે પોલીક કમિશનરની પૂર્વ મંજૂરી લેવી પડશે.
- એસીપી કક્ષાના તપાસ અધિકારી
- વિશેષ કોર્ટ, વધુ આરોપી હોય તો ખાસ પબ્લિક પ્રોસિ.પણ નીમી શકાય.

 

ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ

    follow whatsapp

    ADVERTISEMENT