CA બનવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, હવે વર્ષમાં 3 વખત આપી શકશે પરીક્ષા

ADVERTISEMENT

CA Exam
CA Exam
social share
google news

CA Exam News: CAની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની પરીક્ષા જે અગાઉ વર્ષમાં મે અને નવેમ્બર મહિનામાં લેવાતી હતી. તે હવે વર્ષમાં 3 વખત લેવામાં આવશે. આ અંગે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓ  ઈન્ડિયા (ICAI)ના ચેરમેન અનિકેત તલાટીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ પર ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: કોંગ્રેસના ઉમેદવારે માતાજીના માંડવામાં ધુણતા ધુણતા સાંકળ મારી, લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ

શા માટે લેવાયો આ નિર્ણય?

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો તે અંગે જાણકારી આપતા અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, ચાર્ટર્ડ એકાઉન્ટના કોર્સમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મે 2024થી અમલમાં આવશે. આ નિર્ણય બાદ હવે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની વધુ તક મળશે. નોંધનીય છે કે, ધોરણ 12 પાસ કર્યા બાદ ઉમેદવાર CA ફાઉન્ડેશનની પરીક્ષા આપતા હોય છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024: 5 વર્ષમાં CR પાટીલની મિલકત બે કરોડનો વધારો, જાણો કેટલી છે કુલ સંપત્તિ

નાણામંત્રી નિર્મલા સીતારમણ રહ્યા હાજર

તો બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ ગુજરાતમાં છે અને GCCI ખાતેના કાર્યક્રમમાં વેપારીઓ સાથે સંવાદ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિકસિત ભારત 2047, રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થા કઈ રીતે સુધારી શકાય, MSME ટેક્સટાઈલ અને કેમિકલના ઉદ્યોગ થકી અર્થવ્યવસ્થા મજબૂત બનાવવી, GST રિટર્ન અને ટેક્સ મૂંઝવણો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT