રંજનબેન-ભીખાજી ઠાકોરની જગ્યાએ BJP કોને ઉતારશે મેદાને? વડોદરા-બનાસકાંઠાથી આ નામો ચર્ચામાં

ADVERTISEMENT

Lok Sabha Election
Lok Sabha Election
social share
google news

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. વડોદરાથી સાંસદ રંજનબેન ભટ્ટે પાર્ટીના જ આંતરિક જૂથવાદથી કંટાળી અંગતકારણોનું બહાનું આગળ ધરીને રાજીનામું આપી દીધું. તો બીજી તરફ સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂટંણી ન લડવાની જાહેરાત કરી છે. જોકે બંને નેતાઓના જાહેરાત બાદ હવે વડોદરા અને સાબરકાંઠાની બેઠકો પર કેટલાક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે, જેને ભાજપ ટિકિટ આપી શકે છે. 

આ પણ વાંચો: Lok Sabha Election: મણિપુર સહિત પૂર્વોત્તરના આ 3 રાજ્યોમાં BJP પોતાના એકપણ ઉમેદવાર નહીં ઉતારે

વડોદરાથી કયા નામો રેસમાં આગળ?

વડોદરાની વાત કરીએ તો અહીંથી રંજનબેન ભટ્ટની પીછેહઠ બાદ 3 નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. જેમાં પહેલું નામ ડૉ. વિજય શાહનું છે. ડો. વિજય શાહ વડોદરા શહેર પ્રમુખ છે અને સંગઠન પર તેમની મજબૂત પકડ છે. ઉપરાંત તેઓ પાટીલના નજીકના હોવાની પણ ચર્ચા છે. અન્ય એક નામ સીમા મોહીલેનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ પૂર્વ ધારાસભ્ય છે અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. સાથે જ પ્રદેશ સંગઠનમાં મહિલા મોરચામાં હોદ્દો ધરાવે છે.

જ્યારે ત્રીજું નામ રાજવી પરિવારના રાધિકા રાજેનું ચર્ચામાં ચાલી રહ્યું છે. રાધિકા રાજેએ ટિકિટ માંગી નથી પરંતુ શક્યતા છે કે ભાજપ આંતરિક જૂથવાદના વિવાદને ટાળવા માટે કોઈ નવું જ નામ સામે લાવી શકે છે. અન્ય એક ચર્ચા એવી પણ છે કે વિદેશ પ્રધાન એસ. જયશંકરને પણ મેદાને ઉતારી શકાય છે. જો આ બંનેમાંથી કોઈને ટિકિટ આપે તો ભાજપમાં વિરોધની સંભાવના નહીવત થઈ જાય એમ છે. ત્યારે જોવાનું રહેશે કે હાઈ કમાન્ડ આખરી પસંદગીનો કળશ કોના પર ઢોળશે. 

ADVERTISEMENT

આ પણ વાંચો: IPLની પહેલી જ મેચમાં વિવાદ, Virat Kohliએ ગુસ્સામાં ધોનીની ટીમના ખેલાડીને કહ્યા 'અપશબ્દો'

સાબરકાંઠામાં કોને મળશે ટિકિટ?

સાબરકાંઠાની લોકસભા બેઠકની વાત કરીએ તો ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ આ બેઠક પરથી પણ 3 નામો ચર્ચાઈ રહ્યા છે. જેમાં પહેલું નામ કૌશલ્યા કુંવરબાનું ચાલી રહ્યું છે. તેઓ ક્ષત્રિય સમાજના નેતા છે અને ગુજરાત પ્રદેશના મહિલા ઉપાધ્યક્ષ પણ છે. આ સાથે તેઓ વર્ષોથી પરખ સંસ્થાના સંચાલક છે.

આ ઉપરાંત મહેન્દ્રસિંહ બારૈયાનું નામ પણ સાબરકાંઠા બેઠક પરથી ચર્ચાઈ રહ્યું છે. તેઓ ક્ષત્રિય સમાજના નેતા છે અને પ્રાંતિજ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. તેમની પ્રાંતિજ-તલોદ બેઠકમાં મજબૂત પકડ છે. તો અશ્વિન પટેલનું નામ પણ રેસમાં છે. અશ્વિન પટેલ પાટીદાર સમાજના નેતા છે અને ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. તેઓ બાલ ગોપાલ બેન્કના ચેરમેન અને ભારતીય કિસાન સંઘના પાયાના કાર્યકર છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT