IPLની પહેલી જ મેચમાં વિવાદ, Virat Kohliએ ગુસ્સામાં ધોનીની ટીમના ખેલાડીને કહ્યા 'અપશબ્દો'
Virat kohi Vs Rachin Ravindra: IPL 2024 (IPL CSK vs RCB) ની પ્રથમ મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે કમાલનું પ્રદર્શન કર્યું અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 વિકેટથી હરાવ્યું. CSKએ તેની પ્રથમ જીત હાંસલ કરી.
ADVERTISEMENT

Virat kohi Vs Rachin Ravindra: IPL 2024 (IPL CSK vs RCB) ની પ્રથમ મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે કમાલનું પ્રદર્શન કર્યું અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 વિકેટથી હરાવ્યું. CSKએ તેની પ્રથમ જીત હાંસલ કરી. CSKની જીતમાં બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લેવામાં સફળ રહ્યો. મુસ્તાફિઝુર રહેમાનને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ મેચમાં જ્યાં એક તરફ મુસ્તફિઝુર રહેમાનની બોલિંગ ચર્ચાનો વિષય બની હતી તો બીજી તરફ વિરાટ કોહલી પણ ચર્ચામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બાઈક અકસ્માતમાં ઈજાગ્રસ્ત Gujarat Titansનો ખેલાડી IPL માંથી બહાર, ટીમમાં આ ખેલાડીની એન્ટ્રી થઈ
રચિન રવિન્દ્રના આઉટ થવા પર કોહલીનું આક્રમક સેલિબ્રેશન
Virat Kohli મેદાન પર તેની આક્રમક શૈલી માટે જાણીતો છે. આવી સ્થિતિમાં જ્યારે CSKનો યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર આઉટ થયો ત્યારે કોહલીએ આક્રમક રીતે મેદાન પર રચિનને અપશબ્દો કહીને ઉજવણી કરી હતી. રચિનના આઉટ થયા બાદ કોહલીની પ્રતિક્રિયાએ ફેન્સમાં હલચલ મચાવી દીધી છે. ફેન્સ બે જૂથોમાં વહેંચાયેલા છે. એક જૂથ કોહલીની આ પ્રતિક્રિયાને યોગ્ય ગણાવી રહ્યું છે જ્યારે બીજું જૂથ તેને રમતની મર્યાદાની વિરુદ્ધ ગણાવી રહ્યું છે.
કોહલીનો મેદાન પર અપશબ્દો બોલતો વીડિયો વાઈરલ
તમને જણાવી દઈએ કે રચિન તેની પ્રથમ IPL રમી રહ્યો છે. આવી સ્થિતિમાં, વિશ્વના મહાન બેટ્સમેન કોહલીએ જે રીતે રવિન્દ્રના આઉટ થવાની ઉજવણી કરી તે ઘણા લોકોને પસંદ નથી. તેમને જણાવી દઈએ કે રજત પાટીદારે કર્ણ શર્માના બોલ પર રચિન રવિન્દ્રનો કેચ લેતા જ કોહલીએ ઉત્સાહભેર મેદાન પર અપશબ્દો કહીને તેની ઉજવણી કરી, કોહલીના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'શમી મારા મર્ડરનો પ્લાન...' હસીન જહાંએ સ્ટાર બોલરનું ટેન્શન વધાર્યું, પોલીસ પર પણ કર્યા આરોપ
મેચમાં ચેન્નઈની ટીમે 6 વિકેટે જીત મેળવી
જો મેચની વાત કરીએ તો RCBએ પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવ્યા હતા, જે બાદ CSKએ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. 86 દિવસ બાદ મેદાન પર પરત ફરેલા કોહલીએ 21 રનની ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ટી-20 ક્રિકેટમાં 12 હજાર રન બનાવનાર ભારતનો પહેલો બેટ્સમેન બની ગયો છે. CSK અને RCB વચ્ચેની મેચમાં RCBએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તમને જણાવી દઈએ કે CSKની કેપ્ટન્સી ઋતુરાજ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT